વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોહેમલતા રતિલાલ શાહ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે હેમલતા રતિલાલ શાહ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:53


મારે કમખે નૃત્ય કરતા મોરલાને
પીડાનું લકકડખોદ ચાંચ માયૉ કરે છે
વહેવા લાગશે એમાંથી
આદિજલનો સ્ત્રોત સહત્રધારે
એનું પ્રત્યેક બુંદ
મારાં એક એક જન્મની શૃંગાર સાત્રિનું
શોકગીત થઇ ટપકશે મારા સ્તન પર
ત્યારે મોરના પીંખાયેલા પીંછામાંથી
ફુટતી સંધ્યાએ મીણબત્તી લઇ
ફંફોસતી હોઇશ
મારા ખોવાયેલા પારાવારને
સૂયૅથી ડહોળાયેલા સાંજના પગલામાં
મને હવે કોઇ સાદ ના દેશો.......!


...

 
હીરા પાઠક પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે Administrator   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:52
તુજને વરીને હું ન વિરહને વરી?
વિરહ મારે પ્રેમનો પયૉય


...
આજ યામિની એકાન્તયામે
પત્ર ઝંખાપ્રાણ શોષે. પ્રિયે?
અવશ તમોને લખી હું રહી


...
પત્ર એજ અંતર ખોલવાનું કામ
આ ભયૉ જગમાં એક
માત્ર વાતોનો વિશ્રામ!


...
ઉઝરડાઇ આંખે અંગે
હું પડી છું રહી પટકી
ેઉશેટી શકું ન જીવ,
તેથી હું છું રહી અટકી.


...

 
હિતેન આનંદપરા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે હિતેન આનંદપરા   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:51
આ જ સજૅનનો સમય છે, લે કલમ,
એકલા પડવાનો સમય છે, લે કલમ.

તક નિમિત્ત બનવાની વેડફાતો નહીં,
તુજ થકી લખવાનું તય છે, લે કલમ.

જે ગમે, સ્પર્શે, તરત એ તારવી લે,
આમ તો અઢળક વિષય છે લે કલમ.

આજ ચંદ્ભ પૂર્ણતાની ટોચ પર,
કાલથી નકકી જ ક્ષય છે, લે કલમ.

શબ્દ ગીતાના સ્તરે પહોંચી જશે,
દેહ આખો શ્યામમય છે, લે કલમ.

એક મહેફિલ પૂરતી મહેનત નથી,
કાવ્યને પોતાની વય છે, લે કલમ.


......................


કયાં તિરંગા ધ્વજ મહીં અહીં ફરફરે પંદર ઓગસ્ટ!
ફકત તારીખિયા મહીં ખીલે ખરે પંદર ઓગસ્ટ.

આંખમાં સપનાં અમીરીનાં લઈ આઝાદ થઈ
ને ભિખારી સમ હવે તો કરગરે પંદર ઓગસ્ટ.

દેશમાં વસ્તી વધી, પસ્તી વધી, હસ્તી વધી?
ખોરડે મોભી વગર કયાં લગ નભે પંદર ઓગસ્ટ.

એકબીજાને સતત છેતરવું સ્વાભાવિક બન્યું,
આપણે એને ને આપણને છળે પંદર ઓગસ્ટ.

એક ચશ્માં, એક લાઠી, એક ધોતી, એક સત્ય
એક જણ વિનાની ફિકકી તરફડે પંદર ઓગષ્ટ


........................


માનવીની જેમ એ હસતું નથી, રડતું નથી,
સ્થિતપ્રજ્ઞ છે ઃ મુનિની જેમ, એ ચળતું નથી.

સ્ક્રીન પર દેખાય છે એ ડિસ્ક પર ચોકકસ હશે,
મન અને ચહેરા અલગ હો એમ અહીં બનતું નથી.

હાર્ડ ડિસ્કથી ફલોપીમાં કોપી થયાં છે બે જણાં,
સ્પેસ ઓછો છે છતાં એકાંત અણગમતું નથી.

એક અંગત ફાઈલ નામે ‘પ્રેમ’ ખોવાઈ ગઈ,
કેટલું શોધ્યું પગેરું, કયાંય પણ જડતું નથી.

કેટલા સંબંધ ડી-કોડિંગ કર્યા છે તે છતાં
બાદ કરતાં સ્વાર્થને બીજું કશું મળતું નથી.

જે દિવસથી છોકરી આવી છે ઓપરેટર બની,
એક ટસ જોયા કરે છે કામ કંઈ કરતું નથી.

ટેરવાં કી-બોર્ડ પર વીખરાઈને રડતાં રહ્યાં,
જિંદગીમાં ફીડ કરવા જેવું કંઈ બનતું નથી.


........................


સૌ રોજ મરતાં હોય છે એક હદ સુધી,
ને તોય હસતાં હોય છે એક હદ સુધી.

સાંનિધ્ય, હંૂફ, સ્પર્શ કોને ના ગમે,
પણ એય ગમતાં હોય છે એક હદ સુધી.

ગઝલો બની જન્મે એ પહેલાની કથા
શબ્દો બબડતા હોય છે એક હદ સુધી

નકકરપણું સહેલાઈથી મળતું હશે?
લોકો રઝળતા હોય છે એક હદ સુધી.

કેમ રોજ સાથે હોય છે એ બે જણાં,
સંબંધ અમસ્તા હોય છે એક હદ સુધી.

આ શાંત દેખાતા બધાયે માણસો
અંદર સળગતા હોય છે એક હદ સુધી.


........................

 
હેમેન શાહ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે હેમેન શાહ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:49


ઇસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અથૅને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટુંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચન કરચને સવિસ્તર તપાસ કર.

મુજ નામની વિશાળ ઇમારત કને જઇ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.


...
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 7 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries