વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 27 મહેમાનો ઓનલાઈન

રમુજ

રમણભાઈ કન્યાના ઘરે માંગુ લઈને ગયા.

કન્યાના માતાપિતાએ કહ્યું : ‘પણ, અમારી દીકરી તો હજુ ભણે છે.’

રમણભાઈ બોલ્યા : ‘તો કંઈ વાંધો નહિ. અમે એક કલાક પછી આવીશું.’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો
મુશાયરોઅમૃત ઘાયલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અમૃત ઘાયલ   
રવિવાર, 11 એપ્રીલ 2010 20:55અમૃત થી હોઠ સહુનાં એંઠા કરી શકું છું
મૃત્યુ ના હાથ પળ મા હેઠા કરી શકું છું
આ મારી શાયરીએ સંજીવની છે , ‘ઘાયલ ‘
શાયરુ છું, પાળીયા ને બેઠા કરી શકું છું.


...
સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા
જિગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા
વ્યવસ્થા એમને માટે ભલા શી હોય કરવાની?
હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા


...
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું


...
મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફયોૅ, લે


...
કૈં કયારનો આમ જ મુગ્ધ બની
આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની
નજરોની કતારે ઊભો છું


...
હવે પ્રીતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહયો છું
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ ‘
કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું.


...
હકે ‘ છે કે મુજથી વ્હાલી મને તારી જાત છે
શું સાંભળી રહયો છું? દિવસ છે કે રાત છે?


...

 
અવિનાશ વ્યાસ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અવિનાશ વ્યાસ   
રવિવાર, 11 એપ્રીલ 2010 20:54લખ રે જોજન કેરા આકાશી ગોખલે
માડી! તારો દીવડો જલે.
એનાં રે અજવાળાં જગમાં ઢળે
માડી! તારો દીવડો જલે.

ઝૂલે રે વિટાર, હીંડોળા ખાટ
રાતડીએ પાથરી તેજની બિછાત,
કોણ એ કળયું એ કળે?

નીલાંબરી અંબર, તારાઓનાં ઝૂલે ઝુમ્મર,
જગદંબા ગરબે ઘૂમે અવનિને ઉંબર,
જગનાં તિમિર તો ટળે.

વાઘને વાહન વિરાજી વાઘેશ્ર્વરી,
રંગતાળી લઇ ઘૂમે રંગમાં રાસેશ્ર્વરી
ભકતોની ભકિત ફળે.


...

 
અખો પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અખો   
રવિવાર, 11 એપ્રીલ 2010 20:49

 

 
હેમાંગિની શાહ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે હેમાંગિની શાહ   
રવિવાર, 11 એપ્રીલ 2010 19:54


મારી કીકીઓને
રોપી દો બરફના વગડામાં
ભીનાશને છોડ બની ઊગવું છે
ને વાવેલાને પાંખ બની ફૂટવું છે.


...
હવે જુગાર રમી લઇયે
કાં રાજય, કાં વનવાસ


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 6 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries