વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 16 મહેમાનો ઓનલાઈન

રમુજ

છોકરી : ‘છોકરો કેવો છે ?’

પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’

છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’

પંડિત : ‘પિપલી-લાઈવ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો
મુશાયરો



આસિમ રાંદેરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે આસિમ રાંદેરી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:02



પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા હોય છે ચુપમાં તે ચચૉમાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

અનુભવ એ પણ આસિમ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊમૅિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.


...

 
ઓજસ પાલનપુરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે ઓજસ પાલનપુરી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:01

એકત્વનો નિયમ તો બધે એક સમાન છે
મુશ્તાક થઇને રહેશે ન ખોટી મમત મહીં
તારા સમાન કોઇ નથી, એથી શું થયું?
મારા સમોય જોણ છે તારા જગત મહીં?

...
ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?


...
ગમ જેવું માથું મેં સ્વીકારી લીધું સદા
એની ખુશીનો કો ‘દિ અનાદર નથી કયોૅ
આપી અમરતા એના દીધેલા જીવન મેં
મરવું પડયું તો છેવટે એના ઉપર મયોૅ


...
ઇચ્છા તયાગી દે પામવા માટે
તું મરી જા અમર થવા માટે
ખુદ ખુદા તને મળી જાશે
જો મટી જાય તું ખુદ માટે


...

 
અમર પાલનપુરી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે અમર પાલનપુરી   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:00

ઇષૉ જયારે આળસ મરડે
પડખે રહીને ફૂલો કરડે

ઊંડા ઘાવો કંઇક સહયા,
પણ જાન ગયો છે એક ઉઝરડે

થોઇ નાંખ્યા હાથ સ્વજનથી
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભૂલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે


...

 
અનિલ જોષી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અનિલ જોષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 20:57




ચણોઠીઓના ઢગલે દાઝયા
કૈંક કવિના કિત્તાજી
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો
જેમ આગમાં સીતાજી


...
મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી,
મને પાનખરની બીક ના બતાવો

માળામાં ગોઠવેલી ડાખળી હું નથી,
મને વીજળીની બીક ના બતાવો

બરફમાં ગોઠવેલું હું પાણી નથી,
મને સૂરજની બીક ના બતાવો


...
હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહયો
નથી સોયમાંથી નીકળતો દોર, ને મોરલો અધૂરો રહયો
પડી દોરમાં થોક બંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો
હું ગૂંચભયૉ દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો
બ્હાર ચોમાસુ સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો
કિયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો


...

 
<< શરૂ કરવું < પહેલાનું 1 2 3 4 5 6 7 8 9 10 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 5 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries