વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 36 મહેમાનો ઓનલાઈન

રમુજ

બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :

‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’

છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



ઘર કવિતા મુશાયરો
મુશાયરો



દલપતરામ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે દલપતરામ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:13




મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યુ કવેણ,
ઘોડો ભાંગ્યો ખેડતાં, એને સાંધો ન ક રેણ

...

કડવા હોયે લીમડા, શીતળ એની છાંય,
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.

...
અરે, ન કીધાં ફૂલ કેમ આંબે?
કીધા વળી કંટક શા ગુલાબે?

 
દયારામ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે દયારામ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:12





વાગે વૃંદાવનમાં વાંસળી રે, ઊભો ઊભો વગાડે કહાન
નાદે વેધિ મુનિવર પાંસળી રે,નવ રહી કોને સાન.
તરુની શાખાઓ ઝૂમી રહી રે ચરણે નમવાને કાજ
વેલી વૃક્ષ સાથે ઝૂમી રહી રે, ભાગ્ય અમારાં આજ.
જમાનાનીર ચાલે નહિ રે, મૃગને મન મોહ થાય
પંખી માળામાં મહાલે નહેિ રે, નાદ સૂણી ન રહેવાય!

...

 
તરુલતા પટેલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
કવિતા - મુશાયરો
આના લેખક છે તરુલતા પટેલ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:10



અમે આંખોમાં આંજીએ ભગવું ગગન
કે અંતરમાં ભજીએ ભગવું ગગન
રોમ રોમ વરસો અલખ મબલખ
ભવભવનો તરસ્યો મનનો મલક
થાઓ છલક છલક
ઓલવાઓ અંતરની અગન

...
વીતેલી આ ક્ષણોને ત્રાજવામાં તોળવા બેઠી
વૃથા મિત્રોની પાસે હું હ્રદયને ખોલવા બેઠી

...
શબ્દનો સૂરજ ગયો છે ભરબપ્પોરે આથમી
મૌન તિમિર શ્ર્વાસમાં ઘૂંટાય છે સાથી વિના

...

 
તુષાર શુકલ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે તુષાર શુકલ   
રવિવાર, 11 એપ્રીલ 2010 17:08



દરિયાના મોજા કંઇ, રેતીને પુછે,
તને ભીંજાવંુ ગમશે કે કેમ,
એમ પુછી ને થાય નહી પ્રેમ

ચાહવા ને ચુમવામાં ઘટના નો ભેદ નથી
એકનો પયૉય થાય બીજું
આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે
હોઠો થી બોલે કે ખીજું
ચાહે તે નામ તેને દઇદો તમે રે ભાઇ
અંતે તો હેમ નું હેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ

ડગલે ને પગલે જો પુછયા કરો તો પછી
કાયમના રહેશો પ્રવાસી
મન મુકી મહોરશો તો મળશે મુકામ એનું
સરનામું સામી અગાશી
મનગમતો મોગરો, મળશે વટાવશો,
વાંધાની વાડ જેમ જેમ......એમ પુછી ને થાય નહી પ્રેમ


...
શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને,
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓ માં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને...લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાયુૅં તું,
સાચવી ને રાખ્યું તું, અશ્રુ એજ સાયુૅ તંુ,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને......લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉનેય મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને......લ્યો અમે તો આ ચાલ્યા

...

 
<< શરૂ કરવું < પહેલાનું 31 32 33 34 35 36 37 38 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 31 કુલ- 38
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries