અનિલ ચાવડા છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 6
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે અનિલ ચાવડા   
સોમવાર, 04 ફેબ્રુઆરી 2013 12:44
Shareઆ રીતે વાટ શબરીને જોવાય નૈં,
રામ પણ ના મળે એને, બોરાંય નૈં.

થાય ત્યાંથી ભડાકા કરે પાનખર,
આ વખત સ્હેજ પણ ખરવું પોસાય નૈં.

‘નમવું’નો અર્થ પણ થાય ઊંચા થવું,
આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નૈં.

હું ય મારામાં ક્યાંયે મળ્યો નૈં તને?
તો મને ક્યાંક તારામાં ગોતાય નૈં?

સાચવીને હૃદયમાં મૂકી દો કશે,
હોય જે ડાઘ ગમતા, તે ધોવાય નૈં.

લ્હેરખી સાથ વંટોળ આવી ચડે,
એ હદે બારી ક્યારેય ખોલાય નૈં.

નીકળે મૃત ઇચ્છાનાં પ્રેતો બધાં,
કોઈના મનમાં બહુ ઊંડું ખોદાય નૈં.

થાય જો ભૂલ મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.


કવિના ત્રણ નવા પુસ્તકો ની ઝલક
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આસું નું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં; પાકવા માટે.

....


સરનામું:

એ-7, શિવ કોમ્પલેક્ષ, શ્રીનંદ નગર , વિભાગ-2 સામે
મકરબા રોડ, વેજલપુર, અમદાવાદ - 15
મોબાઈલ : 09925604613
https://www.facebook.com/anil.chavda.39?fref=ts


પ્રકાશક:
નવભારત સાહિત્ય મંદિર
202, પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ
આશ્રમ રોડ, અમદાવાદ 380 009
ફોન : 079 265 837 887

Share