Print
Parent Category: કવિતા
Category: મુશાયરો
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



જીવન ભરના સપનાં, અમલમાં મૂકી દઉં!
ને સંઘરેલી ઈચ્છા, ગઝલમાં મૂકી દઉં!

~~ :: ~~

માણસ, અમસ્તો કોઈને નમતો નથી કારણ વગર
ઈશ્વર તરફ ઢળવાનું કારણ ખાસ હોવું જોઈએ.!

~~ :: ~~

રુઝાવા જ દેતું નથી કોઈ ઝખ્મો
નહીંતર, દવાની મને પણ ખબર છે.!

~~ :તાજા ગઝલ: ~~

તફાવત બની શકે...!

એકાદ અણબનાવ તફાવત બની શકે
સંબંધમાં, પ્રભાવ તફાવત બની શકે

પ્રારબ્ધ હોય તોય પુરૂષાર્થ જોઇએ
પણ, ધૈર્યનો અભાવ તફાવત બની શકે

ભયમુક્ત જિંદગી જ ઠરીઠામ થઇ શકે
થોડોક પણ તનાવ તફાવત બની શકે

અમથી ય ઓળખાણ કરે પક્ષપાત,પણ
સંદિગ્ધ રખરખાવ તફાવત બની શકે !

ઉઘડે પછી જ અર્થ સમજવો સરળ બને
અકબંધ મૌન સાવ, તફાવત બની શકે

ઔચિત્યપૂર્ણ હોય એની વાત ઓર છે
અણછાજતો લગાવ તફાવત બની શકે

મળતાવડાપણું જ વધાવાય છે "મહેશ"
બાકી બધા સ્વભાવ તફાવત બની શકે !

ડૉ.મહેશ રાવલ

પ્રકાશક:
ભાવિન એમ. રાવલ
“જયોતિ”
4, હસનવાડી
રાજકોટ – 360 002
ફોન: (0281) 2362971
મોબઈલ:98244 81586

https://www.facebook.com/drmaheshrawal?fref=ts

...