વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 23 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘તમે કરોડોધિપતિ કેવી રીતે થયા?’

‘તે મારી પત્નીને આભારી છે.’ શેઠે કહ્યું.

‘તેની મદદથી. . . . . ?’

‘ના રે ના. એ ઉડાઉ હતી અને મારે એ જાણવું હતું કે વધુમાં વધુ તે કેટલી

ઉડાઉ થઇ શકે. છે ?’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા મુશાયરો આકૃતિ વોરા
આકૃતિ વોરા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે Administrator   
રવિવાર, 11 એપ્રીલ 2010 21:22
Share


મમ્મી પપ્પાએ આપ્યું આકૃતિ
અને સહેલીઓએ ક્રિતિ
શિક્ષણશાસ્ત્રીઓએ આકૅિટેકટ
અને મિત્રોએ કવયિત્રી
મારે પોતે
હજી મને શીષૅક આપવાનું બાકી છે.


...
પગરવોમાં દદૅ રેલાવે અભાવ
ભીંત પર સ્મૃતિ બની આવે અભાવ
હું બચેલી ક્ષણને પીવા જાઉં ત્યાં
શૂન્યતાનો હાથ ફેલાવે અભાવ
આંખમાં પોલાણ વધતું જોઇને
બીજ ખાલીપાનું લઇ આવે અભાવ
આગમનનું સ્વપ્ન ચોંકે એકદમ
યાદની સાંકળને ખખડાવે અભાવ
ટેરવે બ્રહમાંડ ખાલીખમ હતું
ને વિરહની પાંખ ફફડાવે અભાવ
કોરી કોરી આંખ જેવા ઓરડે
કંઇક ભીનું ભીનું પ્રસરાવે અભાવ


...

Share
 
Zazi.com © 2009 . All right reserved