વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 33 મહેમાનો ઓનલાઈન

રમુજ

હોટલમાં એક ભાઈ વેઈટરને ખુજલી કરતા જોઈ રહ્યો હતો.

એ ભાઈએ વેઈટરને બોલાવીને પૂછ્યું : ‘ખરજવું છે ?’

વેઈટરે કહ્યું : ‘મેનુકાર્ડમાં લખ્યું હશે તો ચોક્કસ મળશે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા મુશાયરો મકરંદ દવે
મકરંદ દવે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે મકરંદ દવે   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:33
Share
જયાં લગની છે

આ મોજ ચલી જે દરિયાની, તે મારગની મુહતાજ નથી.
એ કેમ ઊછળશે કાંઠા પર, એનો કોઈ અંદાજ નથી.

ઓ દોસ્ત, વહેતા જીવનની, આ કોણ સિતાર સુણાવે છે ?
આ બેઠો છે કયાં બજવૈયો ? કૈં સૂર નથી, કૈં સાંજ નથી.

હા, બે’ક ઘડી એ નયનોમાં, જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જયાં કાલ નથી કે આજ નથી.

હર રોજ હજારો ગફલતમાં, હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે, જે પ્રીતમ, તારે કાજ નથી ?

આ નૂરવિહોણી દુનિયામાં, મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહુકી ઊઠયું તો, લાગ્યું કે તું નારાજ નથી.

આ આગકટોરી ફૂલોની, પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી ! નેન ભરી, જયાં લગની છે ત્યાં લાજ નથી.


...


ગમતાંનો કરીએ ગુલાલ

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સુણી કયાંય સાંકળી ?

ખાડા ખાબોચિયાને બાંધી બેસાય,
આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરી સરી જાય એને સાચવશે કયાં લગી ?

આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી
ને વર્ષે ફોરમનો ફાલ.

આવી મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હેલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને ?

માધવ વેચંતી વ્રજનારીની સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ


...

Share
 
Zazi.com © 2009 . All right reserved