આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
નરસિંહ મહેતા |
![]() |
![]() |
![]() |
કવિતા - મુશાયરો | |||
આના લેખક છે નરસિંહ મહેતા | |||
રવિવાર, 26 જુન 2011 00:00 | |||
Share
![]() જોગીન્દ્રપણું તો શિવજી તમારું મેં જ્યાણું, જટામાં ઘાલીને શિવજી આ ક્યાંથી આન્યું? લીલી પીળી પટોળી ને અંગે છે ગોરી શીદને છુપાવો શિવજી છતી થઈ છે ચોરી. કોઈ લાવ્યા કેડે ઘાલી, કોઈ લાવ્યા હાથે ઝાલી, જટામાં ઘાલીને કોઈ નથી લાવ્યં નારી. હોડ બકો તો શિવજી જટા રે છોડાવું, જટામાંથી નારી નીકળે તો કદી ન બોલાવું કૈલાસે ઉભા શિવજી એમ જ બોલે, દ્વાર ઊઘાડોની વાત જ બોલે. ભસ્મ ચોળીને શિવજી વાળ્યો આડો આંક રે, આંકડાની ઝુંપડીમાં ગંગા માંગે ભાગ રે. ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે, મરમની વાત તો કોઈ નવ જાણે. આંક ધતુરો શિવજી વિજયાના ભોગી, નરસૈંયાનો સ્વામી જુનાગઢનો જોગી. ............................................... Share
|
-આચાર્ય રજનીશ
Zazi.com © 2009 . All right reserved |
Comments