જાગૃતિ જોષી છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે જાગૃતિ જોષી   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:58
Share



જયાં જુઓ ત્યાં આંખને અથડાતો આદમી
ચંબલ અને લંડનમાં અકળાતો આદમી
સિગારેટના ધુમ્રવલયોમાં ઘૂમરાતો આદમી
પેરેલિસીસ ને કેન્સરમાં રીબાતો આદમી
ભૂખમરાને ખાબોચિયે તરડાતો આદમી
ડિસ્કો ને કેબ્રાની ધૂનમાં પડઘાતો આદમી
પેગચિયસૅ કરી નશામાં ઘેરાતો આદમી
મૃગજળની પાછળ સતત ઘસડાતો આદમી.


...
ચંદ્ર વિયોગે
અશ્રુ સારતી રાત
પ્રાતે ઝાકળ

Share