ચન્દ્રા જાડેજા છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે ચન્દ્રા જાડેજા   
રવિવાર, 11 એપ્રીલ 2010 16:39
Share




અચૅનનાં અંતર કયારે
શાં કરવા અપૅણ મારે?
ધરતીનું કણ કણ સુંદરવા
હું વિરમું અનરાધારે....

...
કથા બે દિલની જુદિ છે, જે કહેવામાં નથી હોતી
અલગ છે મૌનની ભાષા, જે લખવામાં નથી હોતી

હતું જે મારું તે તપૅણ કરી બેઠી તને સાથી
મજા જે આપવામાં છે, તે લેવામાં નથી હોતી

કરો સરખામણી શાને શમા ની કોઇની સાથે
પ્રણય કેરી પૂજા એને પજવવામાં નથી હોતી

...
આંસુને રહેવા માટે મારી આંખોમાં સ્થાન નથી
કારણકે એમાં સ્વપ્નાને રોજ હું સંતાડી રાખું છું

...

Share