કિસ્મત કુરેશી છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે કિસ્મત કુરેશી   
રવિવાર, 11 એપ્રીલ 2010 05:00
Share


હ્રદયને હું પરાણે યાદ તારી ભુલવાડી દઉં
પુરાણી આપણી પ્રીતિ પરે પડદો જ પાડી દઉં
બધેબધ મૂતૅિ તારી જોઇને એવો તો થાકયો છું
મદદ પાંપણ કરે તો કીકીઓને પણ ઉખાડી દઉં

...

એક કોરે કાળજું ને એક કોરે છે શિલા
કમૅ એક સરખું કરે છે, જુલમી ને શિલ્પી ઉભય
કિન્તુ ધરતી આભ કેરો છે તફાવત બેઉમાં
એકનું પથ્થર હ્રદય બીજાનું પથ્થરમાં હ્રદય

Share