કુમુદ પરીખ છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે કુમુદ પરીખ   
રવિવાર, 11 એપ્રીલ 2010 04:57
Share


મારી હથેળીમાં રેખાયેલ દોરી
થોડી ટૂંકી પડે છે,
તેથી જ
મનના કોઇ અગોચર ખૂણે
ગણી ગણી
સાચવી રાખેલાં મોતી
હું ગૂંથી શકતી નથી


...
આ અભાવના ઊંડા કૂવાને
ચાંદનું પ્રતિબિમ્બ
ધારણ કરવાના શા અભરખાં!


...
હથેળીમાં શ્ર્વાસ લઇ
જીવતા આ લોકો
છાપાના પાન પર
અધમૂઆ થઇ, વેરાઇ ગયા

Share