કનકલતા ત્રિવેદી છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે કનકલતા ત્રિવેદી   
રવિવાર, 11 એપ્રીલ 2010 04:55
Share


આરે શરદની ઊગી રાત મારા વાલમા
હૈયું તો લ્હેયુૅ લ્હેયુૅ જાય, મારા વાલમા
બંસીના સૂર તારા રેલાય, મારા વાલમા
મનડું મૂકીને આજ ખેલ, મારા વાલમા
પાયે નુપૂરના ઝંકાર,મારા વાલમા
તારા તે ઉરના ધબકાર, મારા વાલમા
લીલા ખેતરીયે હસે મોલ,મારા વાલમા
નીચે ધરતીએ ઝીલી બોલ,મારા વાલમા
ેરસિયા ઝીલીલે રસ વહેણ,મારા વાલમા
આવે જો આભલેથી કહેણ, મારા વાલમા

Share