કાંકરાની જેમ ચાળી નાખશે, છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - યાયાવર - જુન 2020
આના લેખક છે ચિરાગ ઝા "ઝાઝી"   
શનીવાર, 20 જુન 2020 12:56
Share
કાંકરાની જેમ ચાળી નાખશે,
આ અપેક્ષા તારી મારી નાખશે.

ઝંપલાવી દે તું એના નામ પર,
તૂંબડાને પણ એ તારી નાખશે.

વાઘ કાગળનો છે, ચાલે ક્યાં સુધી, 
એના લોકો એને ફાડી નાખશે.



આંખ આપોઆપ ચોખ્ખી થઈ જશે.
સત્ય જ્યારે કાન ખોલી નાખશે.

છે બધા શંકાના ઘેરામાં અહીં,
એક બીજાનાં મોં સાંધી નાખશે.

એક નાટક ચાલે છે વરસોથી પણ,
આખરે તો હાથ જોડી નાખશે.

ભીંત જેવી છે ઉપેક્ષા આપની,
એને મારી હૂંફ પાડી નાખશે. ......... ચિરાગ ઝા "ઝાઝી"

Share