વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 40 મહેમાનો ઓનલાઈન

રમુજ

હમણાં યુનોએ એક સર્વે કર્યો. એમાં પ્રશ્ન કંઈક આવો હતો : ‘Please give your honest opinion about the shortage of food in the rest of the world’ પણ આ સર્વે નિષ્ફળ રહ્યો.
કારણ કે,

આફ્રિકાના કેટલા બધા દેશોમાં food એટલે શું ? એ જ ખબર નો’તી.

ચીનમાં મોટા ભાગના લોકોને opinion એટલે શું તેની ખબર નો’તી.

યુરોપના લોકોને Shortage એટલે શું તેની ખબર નો’તી.

ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશના લોકોને honesty એટલે શું તે ખબર નો’તી.

ઓસ્ટ્રેલિયાને Please એટલે શું તેની ખબર નો’તી. અને અમેરિકનોને Rest of the world (બાકીની દુનિયા) એટલે શું તે જ ખબર નો’તી. પછી સર્વે સફળ કઈ રીતે થાય ?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા જાન્યુઆરી - 2017 વેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ
વેદના વિવિધ છંદ અને છન્દોનુશાસન ગ્રંથ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 43
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જાન્યુઆરી - 2017
આના લેખક છે ચિરાગ ઝા   
સોમવાર, 02 જાન્યુઆરી 2017 05:38
Share

વેદના છ મહત્વપૂર્ણ અંગો છે. 1) શિક્ષા , 2) કલ્પ , 3) નિરુક્ત, 4) વ્યાકરણ , 5) જ્યોતિષ અને જ રીતે 6) છંદ, કે જેનું મહત્વ બાકીનાં પાંચ અંગોથી ઓછું નથી. અને માટેજ છંદને વેદના ચરણ કહ્યા છે (છંદ પાદૌ તુ વેદસ્ય) .  જેમ ચરણ વગર ચાલવું શક્ય નથી, એજ પ્રમાણે છંદ વગરની રચનાની ગતિ શક્ય નથી. જેમ જેમ છંદોનો વિકાસ થયો એમ એની સુરક્ષા માટે છંદ આચાર્યોએ છંદના નિયમો લખવાનો પ્રારંભ કર્યો.

બ્રાહ્મણ ગ્રંથોમાં છંદોના ઉલ્લેખ પછી શાંખાયન શ્રૉતસૂત્રમાં પ્રથમવાર છંદની શાસ્ત્રીય ચર્ચા જોવા મળે છે. આ ગ્રંથમાં ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી નામના સાત છંદોનો ઉલ્લેખ મળે છે. છંદો ના આ નામ પહેલા ત્રિપદા, પુર:, કકુભ, વિરાટ, સત:, નિચૃત અને ભુરિક જેવા ઉપનામો સાથે કેટલાક છંદોની પાદ અને વર્ણની ગણતરી પણ મળે છે.

ત્યાર પછી પંતજલિનું નિદાનસૂત્ર, શૌનકનું ઋક્પ્રાતિશાખ્ય અને કાત્યાયનનું ઋક્સર્વાનુક્રમણીમાં ઉપરના સાત છંદ પર વિચાર મંથન કરેલું છે. કેટલાક છંદ શાસ્ત્રી/ પ્રવક્તાઓ જેમકે તાન્ડી, ક્રૌષ્ટુકિ, યાસ્ક, સૌતવ, કાશ્યપ, શાકલ્ય, રાત અને માંડવ્યના નામનો ઉલ્લેખ પિંગળ છંદ સૂત્રમાં મળે છે, પણ એમના દ્વારા તૈયાર થયેલા છંદ શાસ્ત્રના ગ્રંથ પ્રાપ્ત નથી.

 

 

વૈદિક યુગના પ્રારંભથી વૈદિક યુગની સમાપ્તિ સુધી પ્રસિધ્ધ છંદના છંદ-આચાર્યોએ પદ-વર્ણના નિયમોને બાંધીને નિયંત્રિત કર્યા હતા. પ્રાચીન છંદ શાસ્ત્રમાં એમના નામ છંદોવિચિત, છંદોનામ, છદોભાષા, છંદોવિજીની, છંદો વિજિત અને છંદવ્યાખ્યાન  જોવા મળે છે. વેદાંગોનો ઉલેખ્ખ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. (ઋષી/આચાર્ય) પિંગળે એમના પ્રસિધ્ધ ગ્રંથ “છંદ સૂત્ર” માં અનેક છંદ શાસ્રી/પ્રવક્તાઓનો ઉલેખ્ખ કર્યો છે.  નિદાનસૂત્રમાં સાત અને ઉપનિદાનસૂત્રમાં ચાર છંદ આચાર્યો/ શાસ્ત્રી/ પ્રવક્તા ના મતોનો ઉલેખ્ખ કરેલો છે. (ઋષી/આચાર્ય) પિંગળે પહેલા જે ચાર આચાર્યોએ પોત પોતાના ગ્રંથમાં છંદો પર વિચાર કર્યો છે એમના નામ છે. 1) ભરતમુનિ, 2) પતંજલી , 3) સૌનક 4) કાત્યાયન. (ઋષી/આચાર્ય) પિંગળે એમના ગ્રંથમાં જે આઠ છંદ આચાર્યો/ શાસ્ત્રી/ પ્રવક્તાના નામનો ઉલ્લેખ્ખ કર્યોછે તેમના કોઈ સ્વતંત્ર ગ્રંથો મળતા નથી, પણ એમના નામથી એક એક છંદ અવશ્ય મળે છે જે નીચે પ્રમાણે છે.

1) ક્રૌષ્ટુકિ કૃત : સ્કન્ધોગ્રીવી

2) યાસ્ક કૃત :  ઉરોબૃહતી (ન્યકુસારિણી)

3) તાન્ડી કૃત :  સતોબૃહતી (મહાબૃહતી )

4) સૌતવ કૃત : વિપુલાનુષ્ટુપ અને ઉધ્ધર્ષિણી

5) કાશ્યપ કૃત : સિંહોન્નતા (વસંતતિલકા)

6) શાકલ્ય કૃત : મધુમાધવી (વસંતતિલકા)

7) માંડવ્ય કૃત : ચંડવૃષ્ટિપ્રપાત અથવા દંડક

8) રાત કૃત : ચંડવૃષ્ટિપ્રપાત અથવા દંડક

અહિં એ વાતની નોંધ લેવી પડે કે યાસ્ક, કાશ્યપ , તાન્ડી અને માંડવ્ય મૂળ છંદ પ્રવક્તા છે અને બાકીના માત્ર નામાન્તર કર્તા છે.

1) યાસ્કના છંદ ઉરોબૃહતીને ક્રૌષ્ટુકિએ સ્કન્ધોગ્રીવી નામ આપ્યું છે જેને પિંગળ ન્યકુસારિણી કહે છે.

2) તાન્ડીના છંદ સતોબૃહતીને પિંગળ મહાબૃહતી કહે છે.

3) કાશ્યપના છંદ સિંહોન્નતાને શાકલ્ય મધુમાધવી કહે છે જે ને પિંગળ વસંતતિલકા કહે છે.

4) આચાર્ય માંડવ્ય આચાર્ય રાતથી પ્રાચીન છે, માટે જ ચંડવૃષ્ટિપ્રપાત અથવા દંડક માંડવ્ય કૃત છે નહીં કે રાત કૃત.

આમ છંદ પ્રવક્તા ઋષિ નામાંતર કર્તા ઋષિઓથી પ્રાચીન છે.

આપણે છંદને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે એ મહત્વનું છે કે છંદ શબ્દનો અર્થ પણ ખબર હોવી જોઈએ. છંદના બે અર્થ થાય છે. 1) આચ્છાદન અને 2) આહાદન. છંદોમીમાસાંના આધારે છંદની વ્યુત્પતિ “છદિ સંવરણે” અને “ચદિ આહાદને”  થી થઈ છે એમ મનાય છે. ઋષિ યાસ્કના મતાનુસાર છંદએ વેદોનું આવરણ એટલે કે આચ્છાદન છે. આ ભાવ પ્રમાણે છંદ દ્વારા રસ, ભાવ, વર્ણ વિષનનું આવરણ બનાવવામાં આવે છે. જે વિદ્વાનો છંદની વ્યુત્પતિ ચદિ આહાદને” માને છે કે આહાદન જેનો અર્થ થાય છે મનોરંજ ; એટલે કે છંદ માનવીના મનનું મનોરંજન કરે છે.  તેથી જ કહેવાયું છે કે છંદ વેદોનું આવરણ છે અને માનવ મનના મનોરંજનનું સાધન છે.

વેદોમાં 26 છંદ પ્રાપ્ત થાય છે. જેની હવે પછી આપણે ચર્ચા કરીશું.

અનુવાદ
ચિરાગ ઝા

મૂળ લેખકો:

 

ડો. આચાર્ય શ્રી રામકિશોરહી મિશ્ર  ( પાનં : 194)
ડો. નરેશજી ઝા
, શાસ્ત્રચૂડામણી  (પાનં 182)
પુસ્તક : વેદ વાર્તા
, ગીતા પ્રેસ.


Share
 
Zazi.com © 2009 . All right reserved