વંદન કરતું ભાવિ ભાગ્યું ...!! છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 46
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જાન્યુઆરી - 2015
આના લેખક છે રેખા શુક્લ   
બુધવાર, 28 જાન્યુઆરી 2015 05:12
Share

કોરી ધાકોર વાદળી ને તડકા નું બચકું ના સદયુ
ફડફડતી વરસી ને વળગી ગઈ એમાં વાદળ રોયું

વિજલડી ચમકે એણે સોય પરોવી હૈયે હામ ખોસ્યું
ધરતી ની બળતરા તોયે સોડમ ગટગટાવા રોયું


સૂરજે મંદિર ના ઘુંમટે પહેરાવી ભગવી ધજા જોયું
ઘંટનાદ-શંખનાદ-મંગલ આરતી નું શમણું સેવ્યું

 

રેખા શુક્લ - શીકાગો

Share