અજવાસમાં આ કાપ ક્યાંથી ? છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 19
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - મે - 2014
આના લેખક છે વિકાસ કૈલા...   
બુધવાર, 21 મે 2014 08:03
Share

વાદળાના અંગ પર આ છાપ ક્યાંથી ?
ને ધરા મૂકી ગયા ત્યાં આપ ક્યાંથી ?

વિશ્વકર્માની હતી ચણતરમાં ભૂલ,
ભીંતમાં નહિતર ચમકતી ખાપ ક્યાંથી ?

રાતનું અંધારું જોઈ કોણ બોલ્યું,
સૂર્યના અજવાસમાં આ કાપ ક્યાંથી ?


કચ્છમાં આવી ગયાં કશ્મીર મૂકી
ને કહે, ઠંડી જગામાં તાપ ક્યાંથી ?

હું નદી, તું તટ, વચાળે પ્રેમસેતુ,
તું અને હુંની વચાળે માપ ક્યાંથી ?

પાંચ શબ્દો આ ગઝલના સંત થ્યા તો,
ગામ બોલ્યું, આ ભગતને જાપ ક્યાંથી ?

 

વિકાસ કૈલા...

Share