વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 74 મહેમાનો ઓનલાઈન

રમુજ

મિત્ર : મારી પત્ની રોજ સ્વપ્નમાં જુએ છે કે કોઈ કરોડપતિને પરણી છે.

બીજો મિત્ર : મારી પત્ની તો ધોળા દિવસે એવાં સ્વપ્ના જુએ છે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા મે - 2014 વ્યસ્ત છે
વ્યસ્ત છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - મે - 2014
આના લેખક છે અશોક જાની ‘આનંદ’   
બુધવાર, 21 મે 2014 07:53
Share

ક્ષણની કરવત જીવનું થડ વ્હેરવામાં વ્યસ્ત છે,
ભારઝલ્લી રાત આ મન ડહોળવામાં વ્યસ્ત છે.

શબ્દ ખુદ એક એક તાણા-વાણાં છુટા પાડીને ,
અર્થના લૂગડાંને ફાડી ખોલવામાં વ્યસ્ત છે.

યાદની બે-ચાર ખીંટી મન ભીંતે ખોડાઈ છે,
કંઇક ઘટના થઈને પહેરણ લટકવામાં વ્યસ્ત છે.

કોક જૂની એષણાનો આઇનો દીવાલ પર,
ખુદ થઇ પ્રતિબિંબ ખુદને ફોડવામાં વ્યસ્ત છે.


આંખ વિસ્ફારિત થઈ વિસ્મય જુએ છે ચોતરફ,
ને મતિ એ દ્રશ્યોને વિશ્લેષવામાં વ્યસ્ત છે.


કોઈ વીણા છેડતી હો તાર સૂર સંગીતના,
આપણે મન-રાગને છંછેડવામાં વ્યસ્ત છે.


ક્યાંક આડે હાથે અહીં ‘આનંદ’ને મુકી દઈ,
લોક ઘાંઘા થઇને એને ખોળવામાં વ્યસ્ત છે.

 

 

- અશોક જાની ‘આનંદ’

Share
 
Zazi.com © 2009 . All right reserved