વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 13 મહેમાનો ઓનલાઈન

રમુજ

‘મારા પુત્રના બંને લગ્ન નિષ્ફળ નીવડયાં.’

‘કેવી રીતે?’

‘તેની પહેલી પત્ની કોઈકની સાથે ભાગી ગઈ - અને બીજી કોઈની સાથે ભાગી જતી નથી!’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા જાન્યુઆરી-2014 મદીના ! મદીના!
મદીના ! મદીના! પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 8
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જાન્યુઆરી-2014
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
મંગળવાર, 18 ફેબ્રુઆરી 2014 08:08
Share

જન્નત બને છે મદીના મદીના.
ખુદા અર્પી દે છે મદીના મદીના.

અધર પર ફરે છે મદીના મદીના.
હૃદયમાં રમે છે મદીના મદીના.

વસી છે નજરમાં બધી નુર મહેફિલ
નબીની જ્મીં છે મદીના મદીના.

કદમને જરા આ અદબથી ચલાવો,
ધરા પણ જપે છે મદીના મદીના.


જુઓ ત્યાં ઉભો છે મિનારો ને ગુંબદ,
હવે લબ વદે છે મદીના મદીના.

ગલીઓ સુહાની મહેકે ગુલો સમ,
નગર એ બને છે મદીના મદીના.

સલામો કરો અર્જ નબીજીને રોઝે,
કરમની ફળી છે મદીના મદીના.

નમાઝો ,સલામો, સલાતો ,પ્રશસ્તિ
તકો સૌ ધરે છે મદીના મદીના.

‘વફા’ દર્દ નો પાલવ જઈ પ્રસારે
હિદાયત ધરે છે મદીના મદીના.

લબ=હોઠ
હિદાયત=સત્ય પ્રતિનું માર્ગ દર્શન

 

Share
 
Zazi.com © 2009 . All right reserved