સુરાહી બંધ કરી પિવાતી કવિતા છાપો
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર - 2013
આના લેખક છે રેખા શુક્લ   
શનીવાર, 28 સપ્ટેમ્બર 2013 00:00
Share

અર્થ ના આકાશમાં વાદળીએ વળગી કવિતા
મન વગર ચર્ચાયા કરે તાજી માજી કવિતા

કઈ રીતે કૂદી જાંઉ વાતું કરે મુખોમુખ કવિતા
નાજુક તબક્કામાં પ્રવેશતી રહે જઈ કવિતા

દીવાનખંડ ની શોભા પુષ્પનો પગરવ કવિતા
ધુમાડો ચીતરે કાગળિયામાં દિલે કવિતા

અક્ષરે અક્ષર બરફ તું નીરખે આરઝુ કવિતા
હૈયું થરથરે છે અડ્ડો જમાવી બેઠી કવિતા

ગુજરાતની આરસીએ હવે ઝોંકે ચડી કવિતા
છલોછલ સુરાહી બંધ કરી પિવાતી કવિતા

--રેખા શુક્લ
શીકાગો


 

Share