વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 27 મહેમાનો ઓનલાઈન

રમુજ

વિધ્યાર્થી : સર આઈ ડોન્ટ નો નો અર્થ શું થાય?

શિક્ષક : હું જાણતો નથી.

વિધ્યાર્થી : શું તમે પણ નથી જાણતા? અરેરે, તમને અંગ્રેજીના શિક્ષક બનાવ્યા કોણે?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 




 

ઘર કવિતા ઓગસ્ટ - 2013 ત્યાં સુધી.
ત્યાં સુધી. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 18 ઓગસ્ટ 2013 02:02
Share

થોડી ઘણી પરખાય ત્યાં સુધી,
બસ વારતા વરતાય ત્યાં સુધી.

આંખો મને લાગે બનાવટી,
શબ્દો બધા તરડાય ત્યાં સુધી.

મન, લાગણીનું છીછરાપણું,
છાલક બની ખરડાય ત્યાં સુધી.

બાળક બની રમતો રહે પિતા,
પુત્રને રમત સમજાય ત્યાં સુધી.

ગળપણ કદી ફાવે નહીં મને,
ને બોલવું અકળાય ત્યાં સુધી. .....ચિરાગ ઝા “ઝાઝી”


 

Share
 
Zazi.com © 2009 . All right reserved