વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 25 મહેમાનો ઓનલાઈન

રમુજ

છોકરી : ‘છોકરો કેવો છે ?’

પંડિત : ‘ફિલ્મના હીરો જેવો છે.’

છોકરી : ‘અચ્છા ! કઈ ફિલ્મના હીરો જેવો ?’

પંડિત : ‘પિપલી-લાઈવ !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા ઓગસ્ટ - 2013 આ દેશ ક્યાં આઝાદ છે?
આ દેશ ક્યાં આઝાદ છે? પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
રવિવાર, 18 ઓગસ્ટ 2013 01:59
Share

ભટકી રહ્યાં પ્યાસા હરણ, આ દેશ ક્યાં આઝાદ છે?
ચારો તરફ વેરાન રણ , આ દેશ ક્યાં આઝાદ છે?

વરસો થકી હું શોધમાં છું કે અમનનું ફળ મળે,
લોહી રડે મારા ચરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

પાણી તણા પૂરો નહી, શોણિત તણી ધારા વહે,
છે કેટલું સસ્તું મરણ, આ દેશ ક્યાં આઝાદ છે?

ભૂખ મહી, દુ:ખો મહીં,જો તરફડે છે ભારતી,
ખાવા નથી એકેય કણ, આ દેશ ક્યાં આઝાદ છે?

માનવ તણી હોડી બધી, લોહી મહીં તરતી રહી,
ઊજડી ગયા એકેક જણ ,આ દેશ ક્યાં આઝાદ છે?

જે પોષતું એ મારતું નો દુ:ખદ મહિ માં છે ‘વફા’,
લેવું હવે કયાં જઈ શરણ?આ દેશ ક્યાં આઝાદ છે?

-મુહમ્મદઅલી વફા
બ્રામપ્ટન , ટોરેન્ટો, કેનેડા


 

Share
 
Zazi.com © 2009 . All right reserved