વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 19 મહેમાનો ઓનલાઈન

રમુજ

છગન : ‘આપના ઘરમાં કેટલા સદસ્યો છે ?’

મગન : ‘હું, મારી પત્ની, મારી સાસુ અને સાત સાળીઓ.’

છગન : ‘ઓહો ! તો તો તમારે બગાસું ખાવું હોય ત્યારે જ મોઢું ખોલી શકાતું હશે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા ઓગસ્ટ - 2013 હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.
હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે સુનીલ શાહ   
રવિવાર, 11 ઓગસ્ટ 2013 19:43
Share

જીવી શકવાનું એક કારણ રહે છે,
સ્મરણમાં કોઈ એવું જણ રહે છે.

ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
રહે છે એય, ને આ પણ રહે છે…!

ન ભૂલાશે કદી ઉપકાર ‘મા’નો,
એ લોહીમાં સદા, કણકણ રહે છે.

સતત વાગોળું છું હું કેમ એને..?
આ સુખમાં એવું શું કામણ રહે છે..?

પ્રવેશું ફક્ત હું એવા જ ઘરમાં,
હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.

-સુનીલ શાહ

સુરત, ગુજરાત

 

Share
 

Comments 

 
+1 # mubarak ghodiwala 2013-08-19 11:57
wonderful
 
Zazi.com © 2009 . All right reserved