"હાસિલ -એ -ગઝલશેર" - શ્રી મેહુલ પટેલ 'ઈશ' |
|
|
|
યાયાવર -
ઓગસ્ટ - 2013
|
આના લેખક છે મુકેશ દવે
|
રવિવાર, 11 ઓગસ્ટ 2013 19:12 |
Share "લઈને ...... અગિયારમી દિશા"માંથી આજે શ્રી મેહુલ પટેલ 'ઈશ' ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ. (૧) ફકીરોની સોબત ખરો રંગ લાવી, નજર જ્યાં પડે ત્યાં અમારું જ ઘર છે !. (૨) અંધારનું શું મૂલ્ય છે સમજી જઈશ તરત, ધોળો લીસોટો કર જરા, ધોળી દીવાલ પર. (૩) સનમની કરામત અજબ રીતની છે, નયનમાં ડૂબે છે, મળે કાળજામાં. (૪) મુકદ્દરનાં પત્તાં તદ્દન પાંગળા છે, બહુ સાચવીને સિફતથી રમું છું ! (૫) ગળે મળવાની ઇચ્છાને દબાવી રાખ તું દિલમાં, શરીરે બોંબ બાંધીને ઉવભેલો આત્મઘાતી છું !
(૬) રજુઆતો બધી 'આદિલ' સમી, ને 'શૂન્ય'ની વાતો, નવામાં એ જ કે જૂની નિશાની લઈને આવ્યો છું ! (૭) સળગતું હતું પણ હતું એ જ જીવન, ઉડી જે ગયું છે તિખારાની સાથે ! (૮) આપ માણસ જાત પૂરતી છે બીમારી ધર્મની, સિંહ તો પૂછતો નથી તું છે હરણ કે ગાય છે ? (૯) ન પડશો અર્થમાં એના, હજારો અર્થ મળવાના, ગઝલ નામે બહુ આરામથી દોરેલા લીટા છે ! (૧૦) એકદમ બારીક નકશીકામ કરવું જોઈએ, ભૂલ જેવું કંઈ ગઝલ સ્થાપત્યને પોસાય ના !.
- મેહુલ પટેલ 'ઈશ'
Share
|