વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 41 મહેમાનો ઓનલાઈન

રમુજ

વિધ્યાર્થી : સર આઈ ડોન્ટ નો નો અર્થ શું થાય?

શિક્ષક : હું જાણતો નથી.

વિધ્યાર્થી : શું તમે પણ નથી જાણતા? અરેરે, તમને અંગ્રેજીના શિક્ષક બનાવ્યા કોણે?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા ઓગસ્ટ - 2013 આકાશ નીચે આવ તું.
આકાશ નીચે આવ તું. પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓગસ્ટ - 2013
આના લેખક છે કુમાર જિનેશ શાહ   
રવિવાર, 11 ઓગસ્ટ 2013 19:08
Share

લીલી ધરાના માનમાં, આકાશ નીચે આવ તું.
ના રહે કશા ગુમાનમાં, આકાશ નીચે આવ તું.

એ પણ તને જ પામવા દરરોજ ઊંચે જાય છે,
આદાન અને પ્રદાનમાં,આકાશ નીચે આવ તું.

તું જેમ નીચે ઝૂકતો.. શ્રાવણ મહિનામાં સદા !
બસ એમ આ રમજાનમાં,આકાશ નીચે આવ તું.

જે એક ડગમાં માપતો આખા ગગન પાતાળને,
એ માનવીની શાનમાં, આકાશ નીચે આવ તું.

તું પ્રેમથી કાં ભેટતો.. ખારા સમંદરને ભલા ?
ખેતર, નદી ને રાનમાં, આકાશ નીચે આવ તું.

-- કુમાર જિનેશ શાહ


ગાંધીધામ, કચ્છ, ગુજરાત

 

 

 

Share
 
Zazi.com © 2009 . All right reserved