વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 25 મહેમાનો ઓનલાઈન

રમુજ

પત્ની પતિને હંમેશાં ફરિયાદ કરતી હતી કે તમે મારે માટે કંઈ ભેટસોગાદ લઈ આવતા નથી, કે નથી મને કયારેય બહાર ફરવા લઈ જતા.

એક દિવસ પતિ તેના માટે સાડીનું પેકેટ લઈ આવ્યો અને કહયું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે સાંજે ફરવા જઈએ.’

પત્ની : ‘હાય હાય. મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો!’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા જુલાઈ-2013 દશાનો ભાર મનમાં છે
દશાનો ભાર મનમાં છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ-2013
આના લેખક છે નરેશ સોલંકી   
ગુરુવાર, 04 જુલાઈ 2013 04:33
Share

ખબર પણ ના પડે એવી દશાનો ભાર મનમાં છે
વગાડ્યાવીણ વગડે એ વીણાનો તાર મનમાં છે.

છે પાણીપત સમુ ભેંકાર ભીષણ યુધ્ધ ભીતરમાં
મરી ચુકેલ ઇચ્છાનો ઘણો સંહાર મનમાં છે

બુજાવે કે તું ચાલુ કર દીવાની જેમ રહસ્યો પણ,
બધો સંચાર પથ્થર છે નર્યો અંધાર મનમાં છે.

સતત ખેંચીને પાંખોથી ઉડાવે આંખના પીંછા.,
ઉદાસી વેરતો કોઇ છુપો ખુંખાર મનમા છે.

નર્યુ નમણુ બતાવી ખુબ દોડાવ્યા બાદ જોયુ તો,
ક્ષીતીજોપાર પણ રસભર નવો વિસ્તાર મનમા છે.

-નરેશ સોલંકી

 

Share
 

Comments 

 
0 # naresh 2013-07-11 09:03
aabhar zazibhai
 
Zazi.com © 2009 . All right reserved