વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 12 મહેમાનો ઓનલાઈન

રમુજ

ડૉ.: તમને ક્યારેય ન્યુમોનિયા થી તકલીફ થઈ છે ?
છોટૂભા: હાં               
ડો : ક્યારે ?
છોટૂભા :- સ્કૂલ માં જ્યારે ટીચરે સ્પેલિંગ પૂછ્યો ત્યારે.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર કવિતા એપ્રિલ-2013 અનિર્ણિત શબ્દયુદ્ધ
અનિર્ણિત શબ્દયુદ્ધ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - એપ્રિલ-2013
આના લેખક છે મુકેશ દવે   
મંગળવાર, 09 એપ્રીલ 2013 17:20
Share

રોજ રાત્રે
અધખૂલી આંખે
પથારીમાં પડુ છું
ને મન
શબ્દ-સંગ્રામગ્રસ્ત
થઈ જાય છે.
કેટલાંય શબ્દોનું આક્રમણ,
ઘડીક કતારબંધ ગોઠવાય
તો ફરી એકબીજાને હડસેલે,
કેટલાય ઘાયલ થાય,મરે
અને મેદાન છોડી ભાગે પણ ખરાં.
કલાકો સુધી ચાલે આ ઘમસાણ

અને હું
તંદ્રાઈ જાઉં
પછી નિંદ્રાઈ જાઉ.
વહેલી સવારે
મોબાઈલનો ઍલાર્મટોન સૂંઘીને
કાન મને જગાડે
મારી આંખો પર
શબ્દોના ક્ષિત-વિક્ષિત શબોના ઢગલાનું ભારણ હોય,
ચિત્તમાં શબ્દરક્તની નદીઓ વહેતી હોય,
તેને ખંખેરતો જાગુ છુ
ફરીથી રાત્રિનું
આ અનિર્ણિત ઘમસાણ જોવા.

- મુકેશ દવે
અમરેલી , ગુજરાત

 

Share
 
Zazi.com © 2009 . All right reserved