વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 16 મહેમાનો ઓનલાઈન

રમુજ


જયશ્રીને પ્રેમ કરવાનું તે છોડી કેમ દીધું?‘
‘કારણ કે તેની સાથે મારા લગ્ન થઈ ગયા.
તમારાં લગ્ન થઈ ગયા, હવે તમારે વીમો લઈ લેવો જોઈએ.
વીમા એજંટે કહયું.
ના ના, એ એટલી બધી ક્રૂર નથી.પતિએ કહયું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર કવિતા ઓક્ટોબર-2012 તું નીકળી જા બેફિકર
તું નીકળી જા બેફિકર પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 3
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - ઓક્ટોબર-2012
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 21 ઓક્ટોબર 2012 00:58
Share

ધીરે રહી, છોડી બધું, તું નીકળી જા બેફિકર
છે પોટલું, તારું જુનું, તું નીકળી જા બેફિકર

કોઈ નિયમ મોટા નથી, ને આપણે ઓછા નથી
સમજ્યા હવે!, ખોટું ખરું, તું નીકળી જા બેફિકર

પૂછ્યા વગર, બોલ્યા વગર, જાણી કરી રોયા વગર
જ્યાં જેટલું ઓછું થયું, તું નીકળી જા બેફિકર

પગલાં, સગડ કોના મળે, ખાલી બધા ફોફા જડે
આ કામની વાતો કહું, તું નીકળી જા બેફિકર

અંતર મહીં જે નાદ છે, ઝાઝી તને ક્યાં ભાન છે
એ સાંભળી થોડું ઘણું, તું નીકળી જા બેફિકર...............ચિરાગ ઝા “ઝાઝી”

(છંદ : ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા – રજઝ)

 

Share
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries