વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 38 મહેમાનો ઓનલાઈન

રમુજ

પોલીસ (રાકેશને) : ‘અમને એવા વાવડ મળ્યા છે કે તમે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી રાખી છે.’

રાકેશ : ‘સાહેબ, આપની બાતમી એકદમ બરાબર છે, પરંતુ હમણાં તે પિયર ગઈ છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા સપ્ટેમ્બર 2012 ધરતીનો સહવાસ છે
ધરતીનો સહવાસ છે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - સપ્ટેમ્બર 2012
આના લેખક છે આકાશ ઠક્કર   
શનીવાર, 08 સપ્ટેમ્બર 2012 16:58
Share

ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે
ઝાંખી થયેલી મેંદીનો ઈતિહાસ છે.

સૂના પડ્યા છે ટેરવે વસતા નગર
લકવો પડેલા સ્પર્શ તો ચોપાસ છે.

ભગવી ધજાને ફરફરાવે એ રીતે
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.

ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે
બંને તરફ સરખો વિરોધાભાસ છે.

પાંખો મળી પણ જાત માણસની મળી
'આકાશ'માં પણ ધરતીનો સહવાસ છે.

...આકાશ ઠક્કર , કોલંબસ, ઓહાયો


 

Share
 
Zazi.com © 2009 . All right reserved