વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 34 મહેમાનો ઓનલાઈન

રમુજ

બગીચામાં એક છોકરો એક છોકરી સાથે બેઠો હતો. ત્યાં એક કાકા આવીને કહેવા લાગ્યા :

‘શું બેટા, આ આપણી સંસ્કૃતિ છે ?’

છોકરાએ કહ્યું : ‘ના અંકલ, આ તો જોશીકાકાની પલ્લવી છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર કવિતા જુલાઈ 2012 બુલબુલ હવે ગાતી નથી
બુલબુલ હવે ગાતી નથી પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 1
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - જુલાઈ 2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
શનીવાર, 21 જુલાઈ 2012 23:40
Share

મયકશી શાયદ હવે થાતી નથી
આંખડી એની હવે રાતી નથી

શોક શાનો છે હવે આ બાગમાં,?
તુજ વિહિણ બુલબુલ હવે ગાતી નથી.

તું અદા ભૂલી ગઈ લજ્જામણી,
ટેરવાં અડતાંય કરમાતી નથી.


બુધ્ધિ સમજી જાય દલીલો થકી,
વાત તારી દિલને સમજાતી નથી.

હા હજી મદહોશ હું થાતો નથી ,
લાગણી મારીજ ઉદમાતી નથી.

લો વફા ભટકી જવાની આ સજા,
દર્દની રાતો હવે જાતી નથી.

 

Share
 
Zazi.com © 2009 . All right reserved