વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 19 મહેમાનો ઓનલાઈન

રમુજ

બંતાએ બેન્કમાં અચાનક બૂમ પાડી : ‘અહીં કોઈનું એવું નોટનું બંડલ ખોવાઈ ગયું છે કે જેની પર લાલ કલરનું રબરબેન્ડ હતું ?’

તરત જ સાત-આઠ જણના હાથ ઊંચા થયા. તેઓ બંતા પાસે આવી પહોંચ્યા : ‘ક્યાં છે એ બંડલ ?’

બંતાએ કહ્યું : ‘બંડલ તો ખબર નહીં, મને એ રબરબેન્ડ મળ્યું છે !’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 



 

ઘર કવિતા માર્ચ 2012 સંધ્યા ઢળે ને આપણે
સંધ્યા ઢળે ને આપણે પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
યાયાવર - માર્ચ 2012
આના લેખક છે મુહમ્મદઅલી વફા   
રવિવાર, 11 માર્ચ 2012 03:14
Share

સંધ્યા ઢળે ને આપણે મળતાં રહીશું દોસ્ત,
પીળું થતાં આ પાંદડું ખરતા રહીશું દોસ્ત.

મળશે કદી કો યાદ મીઠી સુની મંઝીલે,
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું દોસ્ત.

મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ,
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું દોસ્ત.


હા એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે,
તો એક બીજાને જરા ખણતા રહીશું દોસ્ત.

એ હૂંફ નો દીવો વફા શાયદ નહીં સળગે બને,
તોયે નવા કૈં આગિયા જણતા રહીશું દોસ્ત.

મુહમ્મદઅલી વફા, બ્રામ્પ્ટન, ઓન્ટારીઓ


 

Share
 

Add comment


Security code
Refresh

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries