આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દાદા ના દાંત નું પડવું
આવ્યું હતું બોખું હસવું
દાઢ આવે હાથનું મુજથી
દાદા ને જઈ કેહવું...!
આવે તોયે દુઃખે જાયે તોય દુઃખે ....
આવી ગઈ છે 'ટેકનો' હવે "ફેક" લગાવો
કંઈ ના દુઃખે ચબરાક ચીકુ નું કેહવું
વાંછરડી ને લઈ ને જાતી સંતુડી
નું જા જા કહી ને ખસવું
શેરડી કાપી દાંતે ને હસવું
દાડમડી ના દાણા મોતી
દાણા દાણા હસ્યાં પ્રકાશી
રેખા શુક્લ
સવાર સવાર માં જો કોઈ ને મળી ને તેની સાથે એકાદ કલાક પસાર કરવાનું બનતું હોય તો તે છે અખબાર , અને વળી તે પણ દરરોજ . ધીમે ધીમે છાપા ઓ માં , લુંટ ચોરી , ખૂન , બળાત્કાર , અકસ્માત અને ઠગાઈ ના સમાચારો નું પ્રમાણ વધતું જ રહ્યું છે . આઈનસ્ટાઈન અત્યારે જીવિત હોત તો તેણે ફીઝીક્સ , અને બ્રહ્માંડ જેવા વિષયો ને થોડો સમય તડકે સુકાતા મુકીને , ગુનાખોરી અને કળિયુગ ના સમય વચ્ચેની સાપેક્ષતા ના સિદ્ધાંતો જરૂરથી શોધ્યા હોત . અલબત્ત એક સાપેક્ષતા ગુનાખોરી અને સામાજિક આધુનિકરણ વચ્ચે છે પણ ખરી . આધુનિકરણ માત્ર વિચારો નું નથી થયું . આદતો, ઇચ્છાઓ, સપનાઓનું પણ થયું છે . વાસ્તવ માં વૈચારિક આધુનીકરણે તો માત્ર પા પા પગલીઓ જ ભરી છે . એષણાઓ નું આધુનિકરણ અને તેણે પરિપૂર્ણ કરવાની ઘેલછાએ તો હરણફાળ ભરી છે .
પરાપૂર્વ થી ચાલ્યું આવે છે, કે જયારે તકલીફો ના ઉપાય માટે ના બધા રસ્તા બંધ થઇ જાય ,ત્યારે આધ્યાત્મ નો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે . એક જનસામાન્ય માટે આધ્યાત્મ એટલે ...એક ડીવોશનલ પુસ્તક ,ભજન કીર્તન કે ધ્યાન , અથવા તો આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ . પુસ્તક નામનું પ્રાણી તો જાણે લુપ્ત થતી પ્રજાતિ માં આવી ચુક્યું છે , છતાં થોડુ ઘણું જે અસ્તિત્વ વધ્યું છે તે આધ્યાત્મિક પુસ્તકો ના રૂપે છે . પરંતુ સડસડાટ ટેક્નલોજી ના આ દૌર મા ,પુસ્તક થોડું આઉટડેટેડ ગણવા લાગ્યું છે . ભજન કીર્તન કરવા માં વળી મોર્ડન ઈમેજ ને ઠેસ પહોચવાની ભીતિ છે . એકજ ઉપાય વધ્યો છે અને તે છે ‘આધ્યાત્મિક ગુરુ’ . બીજા શબ્દો માં કહીએ તો ‘બાબાઓ ‘ .
"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મોહસીન મીરની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.
(૧)
આમ તો કેવળ ખરેલું પાન છું
એક ઝરણું આગળ લઈ ગયું મને.
(૨)
ભમરાની લાગણીના ફૂરચા ઉડી ગયા,
ફૂલોયે જોને કેવું બેફામ બોલે છે.
(૩)
વિધવા જ મૂલ જાણતી રંગોળીનું ખરું,
એથી જ ભાત રોઈને ભીની કરી લીધી.
(૪)
એક છેડે હર્ષ ને બીજી તરફ સંઘર્ષ છે,
બેઉની વચ્ચે લટકતી લાશ જેવો પ્રેમ છે.
(૫)
એના મરકતા હોઠ પર જાઓ ન દોસ્તો,
હૈયે ઘણાયે ઘાવ છે અલ્લાહ બચાવીલો.
ઊઘડી ગગન બારી
ઝરમર મેહ
ને
થઈ સુવાસીત અવનીની કાયા.
આજે નહી ક્ષીતીજના બંધન
રે
મલ્યા ધરતીને વાદળ કાળા.
ને
કિધા એણે શણગાર સારા.
સજીને થયી હરિયાળી અવનીની કાયા.
રે,
આ તો છે વર્ષાની માયા.
પ્રસાદ આર. માહુલિકર
મણીનગર, અમદાવાદ
કમખે ખોસી ઓઢણી ને ચોટલે ગુંથઈ વેણી;
પગમાં મોજડી પાયલ સંગે ગાગર લઈ ગઈ પનધટે;
ઘડી-બેઘડી આવ્યા 'એ જી' .........!
સહિયરું પજવે ચુંટી ને સાહ્યબો રિઝવશે લુંટી ને;
ખુલ્લી આંખે ટાંગુ ડાંગ ને ડગલી લઈ ખીંટીએ ;
આવી પાછી વળગી પડે ઝગમગ થરથર ચુંદડીએ;
જીદ કરીને બાંધ્યા કેશ તોય લટો કરતી તંગ;
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved | Feed Entries |