વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 16 મહેમાનો ઓનલાઈન

રમુજ


જયશ્રીને પ્રેમ કરવાનું તે છોડી કેમ દીધું?‘
‘કારણ કે તેની સાથે મારા લગ્ન થઈ ગયા.
તમારાં લગ્ન થઈ ગયા, હવે તમારે વીમો લઈ લેવો જોઈએ.
વીમા એજંટે કહયું.
ના ના, એ એટલી બધી ક્રૂર નથી.પતિએ કહયું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર
Zazi.com માં તમારુ સ્વાગત છે.
વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સાહિત્ય
આના લેખક છે ચંદ્રમણિ પ્રકાશન   
મંગળવાર, 06 સપ્ટેમ્બર 2011 01:13ચંદ્રમણિ પ્રકાશન આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક

ગુજરાતી ભાષામાં હાલ બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દૃષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે. ત્યારે સશક્ત, અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે.

આ ઝુંબેશના પહેલા ચરણરૂપે વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ એક વિશેષ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને તેમાં ભાગ લેવા માટે જાણ્યા-અજાણ્યા તમામ વાર્તાકારોને જાહેર નિમંત્રણ છે,

આ વાર્તાસ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

1. વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખ સુધીમાં જેમનું એક પણ પુસ્તક પ્રકટ ન થયું હોય તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
2. વાર્તાનું લખાણ સરળ હોય ને વાર્તાતત્ત્વ સુરેખ હોય તે જરૂરી છે.
3. વાર્તા કોઈ સામયિક, દૈનિક, રેડિયો, ઇન્ટરનેટ કે બીજે કશેય પ્રકાશિત કે પ્રસારિત થયેલી ન હોવી જોઇએ.
4. વાર્તાની શબ્દસંખ્યા મહત્તમ 2000 શબ્દોની છે. તે ઓપન વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરેલી હોય અને તેની જોડણી સાર્થ શબ્દકોશ અનુસાર હોય તે ઇચ્છનીય છે.
5. વાર્તાના મથાળે માત્ર વાર્તાનું શીર્ષક જ હોવું જોઇએ. લેખકનું નામ, સરનામું, ટેલિફોન, સેલ ફોન નંબર અને ઇ–મેલ આઇડી એક અલગ કાગળમાં જે તે શીર્ષક્ના સંદર્ભ સાથે આપવું અનિવાર્ય છે.

 
રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની જ્ન્મ જયંતિ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 5
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સાહિત્ય
આના લેખક છે ચેતન ફ્રેમવાલા   
મંગળવાર, 30 ઓગસ્ટ 2011 19:16રાષ્ટ્રીય શાયર મેઘાણી સાહેબની  જ્ન્મ જયંતિ છે. દિ. ૨૧.૮.૨૦૧૧ના ધબકાર મુંબઈ દ્વારા એમને શબ્દાંજલી અર્પિત કરાઈ હતી - ધબકાર મુંબઈની 29મી કાવ્ય ગોષ્ઠી આશિત હૈદરાબાદીના નેતૃત્વ હેઠળ ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને ગ્રાન્ટ રોડ, મુંબઈ ખાતે યોજાઈ હતી. આ ગોષ્ઠી રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને સમર્પિત કરાઈ હતી. આ પ્રસંગે હસમુખ ગડા, હેમા મહેતા,અશોલ મહેત, લાભશંકર જાની અને ચંદુભાઈ ફ્રેમવાલાએ મેઘાણીની અમર રચનઓને કંઠ આપ્યો હતો. સંગીત રાજેશ નાગડાએ આપ્યું હતું.

મૂઠી ધાન વિના નાના બાળ મરે,
પ્રભુહીન આકાશેથી આગ ઝરે:
અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે -
ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !

 
ટ્રસ્ટ પા .પા શા માટે ?
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 4
બેકારશ્રેષ્ઠ 
સમાચાર - સહકાર
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
શુક્રવાર, 26 ઓગસ્ટ 2011 18:57


http://www.trustpapa.org

અમદાવાદના ખંતિલા નવ્યુવકોએ ઉચ્ચશિક્ષના મત્વના તબક્કામાંથી પસારથતા વિદ્યાર્થીઓને આરપારની સહાય પુરી પાડવા માટે એક નવોજ અભિગમ હાથમાં લિધો છે. ટ્રસ્ટ પા .પા શા માટે ?


આ વિશે વિગતે વાત કરતા સિધ્ધાર્થ ઠાકર જણાવે છે કે  - હકીકત એ છે કે એક મજબુત ,સ્વસ્થ અને ટકાઉ સમાજનું નિર્માણ શિક્ષણ,પર્યાવરણ અને આરોગ્ય જેવા ત્રણ આધાર સ્તંભો દ્વારા થાય છે. આ સેવાઓની ગુણવત્તા અને જરૂરિયાતમંદોને તેની પ્રાપ્તિ હમેશા વિવાદિત અને ચર્ચા ના કેન્દ્રસ્થાને રહેલા છે. આ સેવાઓ ની માંગ નોંધપાત્ર હોવા છતાં ,માંગ અને પુરવઠા વચ્ચે મોટો ગાળો આજેપણ પ્રવર્તમાન છે. આ પરથી તારવી શકાય કે આ ક્ષેત્રોમાં લેવાયેલા પગલા ક્યાંક બિનઅસરકારક તો ક્યાંક અપુરતા છે.

 
અલપઝલક-August-2011
મીડીઆ - અલપઝલક
આના લેખક છે ચિરાગ ઝા “ઝાઝી”   
રવિવાર, 21 ઓગસ્ટ 2011 20:09

August-2011
Santa Cruz To Half Moon Bay, Drive on High Way-1, California, US


અલપઝલક-August-2011

 
આ શ્રાવણ મહિના માં કરવા જેવા કેટલાક નવતર વ્રત ઉપવાસ !!
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 40
બેકારશ્રેષ્ઠ 
આરોગ્યગ્રામ - આયુર્વેદ
આના લેખક છે ડો. જોબન મોઢા   
શુક્રવાર, 05 ઓગસ્ટ 2011 03:24

શ્રાવણ મહિનો એટલે ઉત્સવોનો મહિનો... એક ટાણા, ઉપવાસનો મહિનો... એમાય આ વખતે તો રમઝાન પણ સાથે જ છે ! ને થોડા દિવસોમાં જૈન લોકોના વ્રત પણ શરુ થશે ! પણ આ બધા માં સૌથી મઝેદાર હિંદુ લોકોના કહેવાતા ઉપવાસ/એકટાણા હોય છે... એય ને મજે થી સાબુદાણા ની ખીચડી, શીંગ બટેટાની ખીચડી ભર પેટ આરોગવાના અને દ્વારીકાવાલા ઠાકોરજી ને ય ભજવાના ! જોકે હવે તો સાદી સીધી રાજગરાની પૂરી કે સાબુદાણા ની ખીચડી ઓલ્ડ ફેશનડ કહેવાય છે ! હવે તો લોકો તરલા દલાલ અને સંજીવ કપૂર ની કૃપા થી ફરાળી પીઝા, ફરાળી મિસળ, ફરાળી દહીં વડા,  ફરાળી પેન કેક, ફરાળી કોફતા કરી, ફરાળી પુરણપોળી અને ફરાળી પાસ્તા સુધી પ્રગતિ કરી ગયા છે !!  ફરાળી રેસીપી ગૂગલ કરશો તો ૧૬,૫૦૦ પેજ મળી આવશે ! અને નીતનવી વાનગી ઓ ઉભરાશે ! ફરાળી હેશ બ્રાઉન્સ જેવું અદભૂત નામ ધરાવતી ફરાળી વાનગી પણ મળશે !

પણ આમાં મારા જેવા વૈદ્યનો આત્મો એટલે દુભાય છે કે લોકો આવું બધું અવનવું ઠાંસી ઠાંસીને એટલા માંદા પડે છે અને આ શ્રાવણ  મહિનાના વ્રતનો ઓરીજીનલ મહિમા વિસરાય જાય છે !  શ્રાવણ મહિનામાં વ્રત રાખવાનું આયુર્વેદિક વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણી ડાઈજેસ્તીવ ફાયર લો હોય. જમવાનું બરાબર પચે નહિ. બધા એન્ઝાય્મ અત્યારે બરાબર કામ ન કરતા હોય એટલે ઋષિ મુનીઓ એ એક જ વાર જમવું એવું સમજાવ્યું. લોકો ન સમજ્યા એટલે ધાર્મિક કારણો જોડીને  શ્રાવણ મહિનાને  ઓફિશિયલી એકતાના સ્પેશીયલ બનાવી દીધો ....પણ લોકોને તો ફળ આહાર ને બદલે ફરાળી હેશ બ્રાઉનસ ઝાપતવી છે ! તમે કોઈ પણ જનરલ પ્રેક્તિશ્નર ને પુછજો.. આખા વરસમાં સીઝન ક્યારે કહેવાય ! એ તરત કહેશે શ્રાવણ મહિનો !! લોકો આખા વરસ માં ન કમાય એટલું એક મહિનામાં કમાય લ્યે છે !

તો શું કરવું ! ભગવાન ને કેમ પ્રસન્ન કરવા ?? મારા તરફથી થોડા નવતર ઉપવાસ એકટાણા નું લીસ્ટ આપું છું ! અજમાવી જોજો ! ફરાળી હેશ બ્રાઉનસ ખાઈને કરતા વ્રત જેટલું જ પુણ્ય મળશે   !

૧. આખો શ્રાવણ મહિનો ફેસબુક પર લોગ ઇન નહિ થવાનું

૨. શરૂઆતમાં કંઈક ડીફ્ફરંટ હોવાનો આભાસ કરાવીને ટીપીકલ એકતા કપૂર ની થઇ ગયેલી "બડે અચ્છે લગતે હૈ " સીરીયલ નહિ જોવાની !

૩. એજ રીતે ઇમોશનલ અત્યાચાર, કે રાખી સાવંતની અજબ ગજબ ની સીરીયલ નો એક મહિના માટે ત્યાગ કરવો !

૪. બીડી પીતી કેટરીના નું મેરે બ્રધર કી દુલ્હનનું નવું ગીત નહિ જોવાનું !

૫. સચિન ની ૧૦૦ મી સદી ની રાહ નહિ જોવાની !

 
<< શરૂ કરવું < પહેલાનું 21 22 23 24 25 26 27 28 પાસેનું > અંત >>

પ્રુષ્ઠ 27 કુલ- 28
Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries