આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કોરી ધાકોર વાદળી ને તડકા નું બચકું ના સદયુ
ફડફડતી વરસી ને વળગી ગઈ એમાં વાદળ રોયું
વિજલડી ચમકે એણે સોય પરોવી હૈયે હામ ખોસ્યું
ધરતી ની બળતરા તોયે સોડમ ગટગટાવા રોયું
સ્વામીજીએ લખ્યું, ‘આજે વિશ્વમાં ઘણી સંસ્થાઓ છે, જ્યાં લાખો કરોડો માણસ એ રીતે જીવન નિર્વાહ કે જીવન ગઠન કરી રહ્યા છે. પરંતુ જે સંસ્થાઓ ચેરીટીથી ચાલે છે તેમાં ઉપકાર, ઉપકર્તા અને ઉપકૃત એવા ભાવ હોય છે. આ ભાવોમાં ગુરુગ્રંથી, લઘુગ્રંથી કામ કરતી હોવાથી ઉપકાર કરનારના અભિમાનને પોષણ મળે છે. આપણા શરીરમાં અહંકાર એ જ સર્વ શ્રેઠ તત્વ છે. શુદ્ધ આત્માથી બીજે નંબરે અહંકારનું સ્થાન છે. જેમ મહાનમાં મહાન કાર્ય અહંકાર વડે થાય છે, તેમ અધમમાં અધમ કામ પણ અહંકારથી થાય છે. વિકસિત અને સંશોધિત અહંકાર મહાન કાર્ય કરવા માટે ઉપયોગી થાય છે. તેમજ કુંઠિત અને મલીન અહંકાર અધમ કાર્ય કરવા માટે કારણ બને છે. અહંકાર વગર કોઈ પણ કાર્ય સર્વથા અસંભવ હોવાથી અહંકારને જીવિત રાખવાની પણ જરૂર છે. અહંકારને સર્વશ્રેઠ રીતે જીવિત રાખવાના બે ઉપાય છે. એક તો ‘સર્વાત્માભાવમાં પ્રતિષ્ઠા પામેલો અહંકાર’ અને બીજો ‘પરમ કલ્યાણમયી માં શ્રી જગદમ્બાનો હું એક અબોધ બાળક છું, હું તો માં નું રમકડું – યંત્ર છું’ તેવો અનન્ય શરણાગત ભાવ. આ બે ભાવમાંથી જેને જે ભાવ સહજ અને સુલભ થાય તે ભાવ વડે પ્રતિષ્ઠિત થઈને અહંકારને જીવિત રાખીને; જો યથાશક્તિ, યથામતિ કે યથાશક્તિ જીવન વ્યવહાર કરવામાં આવે તો જીવન નિષ્કલંક બને છે. સર્વ માટે સુખરૂપ થવાય છે. કર્મ કરતા હોવા છતાં કર્મ બંધનમાંથી મુક્ત રહી શકાય છે.
(અંતર દર્શન, જુન ૧૯૬૭, પાન ૨૪.૨, ૨૫.૧)
સુશીલ****રોજ એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? સૂકીભાજીનું શાક જમતા જમતા વિચારમાં પડી ગઈ...ભાણે થી ઉઠી ગઈ...ભાઈએ ખુશ ખુશ થઈને વિદાયઆપેલી...સાસરે ડાહી થઈ ને રેહજે ની શિખામણ ખુબ ધ્યાન થી રોતા રોતા સાંભળેલી...પરદેશ છે આવી નહીં શકીએ પારકા દેશમાં ને અજાણ્યા માણસો...કેટલાય દિવસથી ચિંતા હોવાછંતા મા કહે તે પેહલા જાણી તો ગયેલીજ...આ અક્ષયને કયારેય ના સમજાયું સુશીલ ના આવ્યા પછી પણ...! એક વાર ની બળજબરી નું પરિણામ ...મારે શા માટ ભોગવવું જોઈએ...રોજરોજની ઝીણી ઝીણી બાબતો....ધરબાઈ ને બેઠેલો અગ્નિ.. જ્વાળામુખી થઈ ગયો...જ્યારે હાથ ઉપાડ્યો.... જણ્યા પછી પાળવાની જબાવદારી એજયુકેશન વગર અંતે નહીં જ થાય...ચીસપાડી ને મિનારા તૂટી પડ્યા...એક શાંત તળાવમાં કાંકરો નહીં પણ પથરો પડી ગયો. છોડી ને નહીં જઉ ને તો બંધાઈ જઈશ....ગોંધાઈ જઈશ...મરી જઈશ..!! મૌન કેટલા મહિનાચાલશે...આખરે રસ્તો ઝાંખો ભલે દેખાય ચાલવું પડશે...સુનીલને સાથે નહીં લેવાનો...રડતો મૂકી ને એક મા થઈ ને ચાલ્યા ગયે આજે દશ વર્ષ થઈ પણ ગયા...નાના ભરતો પગલા સુનીલરડતો રડતો આવ્યો...કોણ જાણે કેમ એના હાથ પર બાંધેલો પાટો મારા મૌનને ખળભળાવી ગયો...આમ કેમ જીવાશે?પિતા છે કે કસાઈ ??? હા એક રાવણ અહીં જીવે છે...!! સુંદર મજાનીમાંજરી આંખો ને મેંદી ભરેલા હાથો...બે ચોટલે કર્યો ગ્રહપ્રવેશ કેટલી બધી મુગ્ધતા..સંવેદના અને પછી સ્ત્રીપણા ની પરીક્ષા...મૌનની પરીક્ષા....માતા-પિતા નો જાકારો...સતત પેહરો ને યાદને મસળતી વાસ્તવિકતા નો અંત...સુશીલ ને છોડવો પડયો ને આજે કોર્ટમાં ખાવાખર્ચીના પૈસા માંગતા શરમ નથી આવી...બીજી અપેક્ષા તેની પાસે થી હોઈ પણ શું શકે???? વેલ ની જેમવળગી ને રહી તો....ફ્રોઝન ના સમય થયો ના સ્મૃતિ એ ખળખળ વેહવાનું બંધ કર્યુ...હા મારું અંગ મારે જુદુ કરવું પડ્યું...!! સુશીલ હું તારી મા છું પણ રહી નહીં તારી પાસે...પૂછે તો જણાવુંકઈ રીતે જીવી છે એક એક ક્ષણ મરીને !! તારું મૌન જ્યારે ખળભળે મને યાદ કરજે...આવીશને બેટા...એણે અબળા ને છંછેડી છે...પાઠ ભણાવા માટે જુદો કરેલો...પણ સાંભળ્યું કે તારા માટેબીજી મમ્મી લઈ આવે છે....તનેપણ ખુબ રંજાડે છે સાંભળી ને કકળે છે મારી આંતરડી.. તારા કુમળા હાથે કામ કરાવે છે... જઈ ને કોને કહું જે કાયમ તને સંભાળશે ....દિલથી ચાહશે.સગપણે જ્યારે છોડ્યો સથવારો..ધડધડ હૈયે ભાગેલી… ચર્ચ ની મદદ મળેલી....ત્યારે કેટલા ગુસ્સા ને ગળી ને જુસ્સામાં ભાગેલી...!! બંધન તોડ્યું તો યે વળગ્યું યાદોમાં ....ભાવિ હાથતાળીદઈ ને ભાગી જશે...તારે તારું ....અરેરે બચપણ માં મોટુ થઈ જાવું પડે છે...તું કહે છે ટેવાઈ ગયો છે..!!! ટેવાઈ ગયો કે અજ્જડ થઈ ગયેલો ...લેવાઈ ગયેલો...વિલાઈ ગયેલો...શોસાઈગયેલો.. કરમાઈ ગયેલો..??? આંખો અટવાણી ત્યારે મા એ પણ મૂકી દીધો..પૂછે છે જીંદગી હિસાબ ને ખોળો ખાલી છે...કોણ જાણે છે?? કોણ જાગે છે?? અવાક સુશીલ ક્યાં ક્યાં ભાગે છે????
સ્રુશીલ** એક પારિજાતક નું ફુલ તને ઘરવું છે....સ્વીકારીશ ને ? (2)
ગોરો ગોરો બફલા જેવો ટગર ટગર જો'તો ભાવિની ગુંચો ભરેલો લછ્છો..!! પેહલા ઓછા પગારમાં બધું પોસાતું ...સગા સંબંધી પણ સમાઈ જતા..હવે એક નથીસચવાતો...સંભાળાતો..ખામી કે ઓછપ..સાક્ષરની ભોંઠપ ?? આ નવા સમાજની ઓળખ? અસ્તિત્વના ટૂકડાને કચરા ની જેમ ઉપાડી ને ખસેડી દો નજરથી દૂર..આમાં નવાગંતુક નો કોઈદોષ ?? બાળપણે બાળહઠ ઓકે ગણાય..પણ હઠે ચડેલા માતાપિતાનું સંતાન બાળહઠ ક્યાંથી કરી શકે?? એને તો બાળપણ પણ શું છે ???એનો રોષ દોષમાં પ્રગટ થવાનોજ ને..ખરાબ રસ્તાપહેલા ખુલશે... અંધારે ભટકાઈ જશે ..ભરખાઈ જશે...મળશે પ્રેમાળ છેતરામણો હાથ તો ભોળવાઈ જશે, કંઇ રીતે અટકાવું?? એક હાથ દઈ ને હક જમાવું?? પેહલા ખોળે પધાર્યો..હનીમુનના દિવસોમાં પણ ઉત્સાહ ને મરતો જોયો..તોય અહીં આવવાનો મોહ ના છોડ્યો..આવી ને શું કાંદા કાઢ્યા? લગ્ન વખતે પપ્પાને હોસ્પિટલમાં એડમીટ કરેલા..એક ની એક દિકરીનાલગ્ન..દિકરી વ્હાલ નો દરિયો...વિદાય આવી ગઈ પાસે..પારકે ઘેર મોક્લતા પેહલા તો બીમાર પડી ગયા.પેનીક એટેક હતો બચી ગયા..આને જ્યારે મારી મુંઝવણ કહી તો કેમ કહી દીધુંમરી જજે ત્યાં પણ અહીં પાછી ન આવતી. ..બસ પ્રેમ બધો ખલાસ થઈ ગયો?? અને મેં પણ શું કર્યું? સુશીલ સાથે..વાઘના મોઢામાં માં ધકેલી ને ભાગી નીકળી..જેથી હું બંધન મુક્ત રહીપુરૂષને પાઠ ભણાવી શકુ !! ચર્ચવાળા જીસસ ક્રાઈસ્ટ, મસ્જીદવાળા અલ્લાહ, ઘર-ધણી ને ઉપરવાળા તો પુરૂષ ને હું એક સ્ત્રી થઈને ડરી ગઈ..ખસી ગઈ માં થઈને..?? હૈયે પત્થર મુકેલો કેહૈયું પત્થર થયું ને નીકળેલી..જાત સાથેના સંવાદો માં ન્યાય નો અપવાદ થઈ ગયો...સંભોગમાં નિર્દોષનું બાળપણ હણાઈ ગયું ને જીવવાની સજા મળી. દફ્તર ના બોજે ના મર્યો તોરાવણના હાથમાં ધરી દીધો..આમાં સુશીલ અવાચકને અજ્ઞાન રહી જશે? કોણ જવાબદાર?? કોને કહું હું ગુન્હેગાર !!
વાદળાના અંગ પર આ છાપ ક્યાંથી ?
ને ધરા મૂકી ગયા ત્યાં આપ ક્યાંથી ?
વિશ્વકર્માની હતી ચણતરમાં ભૂલ,
ભીંતમાં નહિતર ચમકતી ખાપ ક્યાંથી ?
રાતનું અંધારું જોઈ કોણ બોલ્યું,
સૂર્યના અજવાસમાં આ કાપ ક્યાંથી ?
છે 'અશ્ક' 'સહજ' 'મસ્ત' 'નયન' ને 'કિસ્મત' ,
તો 'સૈફ' વિના 'શૂન્ય' 'અસર' દીસે ગઝલ !
હો 'દર્દ' 'અદમ' 'બેફામ' જ 'ઘાયલ' જ્યાં ,
'ઈર્શાદ' 'અમર' અનિલ' થકી દીપે ગઝલ !
- મગન મકવાણા 'મંગલપંથી'
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved | Feed Entries |