વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 49 મહેમાનો ઓનલાઈન

રમુજ

મારી પત્ની સાથે મારે કદી વાદવિવાદ થતો નથી.
કદી નહિ ? એ કેવી રીતે બને ?
તે હંમેશાં એનું ધાર્યું કરે છે. અને હું પણ . . .
તમારું ધાર્યું ?
ના એનું ધાર્યું.


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર
રવિ ઉપાધ્યાય રવિ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 0
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે રવિ ઉપાધ્યાય રવિ   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:58
Share
મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન, નવી નગરી જવું પડે.

યુગોથી મીટ માંડવી, તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દશૅન પ્રભુનાં પામવાં લપરી કસોટી છે,
અજુૅનનાં રથનાં ચક્રની ધરી થવું પડે.

પાણી થવાને કેટલું, પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ,
જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે.


...
જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુ આજ આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન !
મારાથી વાઝ ખૂબ હું આવું ધીરે ધીરે !

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે !

ગુસ્સો તમારા દોષ પર ના થાય એટલે,
બદલ્યો મિજાજ મેં જુઓ કેવો ધીરે ધીરે !

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જખ્મોનો રાઝ પામતો રવિ ધીરે ધીરે !


...
કોઇ શબ્દોની સમજ સ્વરથી પડે,
બ્રહમ્નો જેમ ભેદ તો ભીતરથી જડે.

રામ છૂપાયા નથી રામાયણે,
ખોલશો જો ધ્વારતો અંતરથી મળે.

કાષ્ટમાં અગ્નિ છતાં દેખાય કયાં?
ના કોઇ ઉકેલ તો ઉત્તરથી મળે.

પ્રેમનો સાચો પરિચય ત્યાગમાં,
ફૂલની પીછાણ તો અત્તરથી પડે.

લાગણીનું પણ સદા એવું જ છે,
કયાંથી જન્મી કયાં જઇ ઢળતી રહે.

હોય શ્રધ્ધા તો દિસે ઇશ્ર્વર રવિ
રામ નામે સેતુ તો પથ્થરથી બને.


...
હતી રાત થોડી અને વેશ ઝાઝાં, ત્યાં કરવી પડી એ સ્થિતિમાં ઉતાવળ,
ભુલેલા જૂઠાં રાહથી પાછો વળવાં, હું લાવ્યો તો મારી ગતિમાં ઉતાવળ.

જીવનભરનાં ગુન્હા કબૂલીને જેમાં લખ્યો તો તને પત્ર મેં ખૂબ લાંબો
ઘડી અંતની આવી ગઇ ને થઇ છે, લિખિતનની છેલ્લી લટીિમાં ઉતાવળ

ન સીતાહરણ થાત, ના થાત મૃત્યુ લંકાપતિનું, શ્રી રાઘવને હાથે
કાંચનનો મૃગ જોઇ મોહી જવામાં, જો થાતી ન સીતા સતીમાં ઉતાવળ

મજા મસ્ત મ્હેફીલની માણવાને નિમંત્રયાતા મિત્રો મેં વીણી વીણી ને
નિહાળીને વતૅન હું પસ્તાઇ બેઠો, થતું મેં કરી, દોસ્તીમાં ઉતાવળ

હજું જીવવુંને જીરવવું તું બાકી, હજું કાવ્યનાં ખૂબ કરવા તા સજંન
પરંતુ રવિની જરુરત પ્રભુને, જે કીધી મરણની તિથિમાં ઉતાવળ

Share
 
Zazi.com © 2009 . All right reserved