વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 30 મહેમાનો ઓનલાઈન

રમુજ

પત્ની પતિને હંમેશાં ફરિયાદ કરતી હતી કે તમે મારે માટે કંઈ ભેટસોગાદ લઈ આવતા નથી, કે નથી મને કયારેય બહાર ફરવા લઈ જતા.

એક દિવસ પતિ તેના માટે સાડીનું પેકેટ લઈ આવ્યો અને કહયું : ‘વ્હાલી, ચાલ આ સાડી પહેરી લે. આપણે સાંજે ફરવા જઈએ.’

પત્ની : ‘હાય હાય. મુન્નો દાદરેથી પડી ગયો, બેબી દાઝી ગઈ છે. એટલું ઓછું હતું તે તમે પીને આવ્યા છો!’


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 
 

ઘર
રમેશ પારેખ પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે રમેશ પારેખ   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:52
Share
હાથને ચિરો તો ગંગા નિકળે
છેવટે એ વાત અફવા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ
ભોંયરા ઓ કયાં કયાં એના નીકળે

એ શું કબ્રસ્તાનનું ષડયંત્ર છે
મુઠઠી ઓ ખુલે ને મડદા નીકળે

દાબડી માં એક માણસ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

રકત નિરંતર મેષમા સબડે અને
સુયૅ પણ નીકળે તો તારા નીકળે

...
અરે આ મારા હાથ છે જડ ભરત
ને ઉપર આંગળી ઓ અભણ એક બે,
હું જીવતા મનુષ્યો ગણું તો
આ આખા નગર મા મળે માંડ એક બે

ઉઝરડા અને લોહી લુહાણ
આ આખાય જીવતના કારણ શું?,
મેં ફુટપાથ પર જોષી ને પુછયું
તો ઓણે કહયું કે સ્મરણ એક બે

પરબ કઇ તરફ છે
તરસ થી હવે લોહી ફાટી પડે છે,
નજર માંથી રણ સહેજ ખસતુ નથી
ને હાથ માં છે ફકત ક્ષણ એક બે

ભટકતા ભટકતા પહોંચ્યો
હું મારા અનાગત સુધી,
અપેક્ષાઓ હતી જયાં ધોધ ની ત્યાં
મલ્યા માંડ સુકા ઝરણ એક બે

મે રસ્તા ઓ બદલ્યા મકાનો બદલ્યા,
ને બદલ્યા શહેરો ને ચહેરા રમેશ,
મરણ ની લગો લગો ગયો
તે છતાંયે સાચા ન પડયાં સ્વપ્ન એક બે


...વ્હાલબાવરી નું ગીત...સાંવરીયો રે મારો...

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માંગું ને દઇ ધૈ દરિયો!

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઇ હીરા જુવે તો કોઇ મોતી
મારી આંખોતો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રુમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરિયો!

...

બુદ્ધ છે

એકલો છે યાને સોએ સો ટકા એ શુદ્ધ છે
આ પરિસ્થિતિમાં અહીં હરએક માણસ બુદ્ધ છે

છીનવી લીધાં પ્રથમ તેણે બધાં હથિયાર પણ
ને કહ્યું ઃ તારી હયાતિ તો સ્વયં એક યુદ્ધ છે

જેને તે ખંડેમાં પલટાવ્યું એ મારું હ્યદય
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે!

જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈપણ ઉંમરની વ્યકિત વૃદ્ધ છે

વિશ્વ એની ગતમાં ચાલે, તારી ગતમાં તું રમેશ
આટલી અમથીક એવી વાત પર તું કૃદ્ધ છે?

ઊંઘમાં પણ તું રખે રાજી ન થઈ બેસે, રમેશ
એટલે રસ્તા બધા દુ ઃસ્વપ્નથી અવરુદ્ધ છે!

...

ફુરસદ હી ફુરસદ!

બેઠ કબીરા, બારીએ સૌનાં લટકાં દેખ,
સૌની ગતમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ.

અડધી ચમચી સૂર્યનો પીધો પીળો ડોઝ,
એ છે ગુંબજ જેવડો કેફ ચડયાનું કોઝ.

પસ્તીના ડૂચા ચરે નદ્ધણિયાતી ગાય,
સૌનાં મનમાં એમ કે ભલે બિચારી ખાય!

બારખડીના મારથી મસ્તક લોહીઝાણ,
કયાં-કયાં પાટા બાંધવા મારે બોલ, સુજાણ!

અહીં લોકોની આગવી ભાળી ભલમનસાઈ,
ડિલિવરી કઠણાઈની ઘરબેઠાં દઈ જાય.

હે ગૂંચવણના ફીંડલા! જો તું સીધુંસટ્ટ.....
પડી રહ્યો છે આપણી વિહ્વળતાનો વટ્ટ !


...

ના કહેવાતું તલભાર

કશુંક કાનમાં કહેવું પણ ના કહેવાતું તલભાર
કહીએ ત્યાં તો જીભ સમૂળી બની જતી અખબાર

પંખી બોલે છે તે સઘળું સમજી જાતું ઝાડ
પાનપાન બત્રીસલક્ષણો થઈ જાતો ઉઘાડ !

આ જીભે તો આઠઆઠ કોલમની બળતી લા’ય
કોઈક વાંચે એ પહેલાં તો તે પસ્તી થઈ જાય

જણે ગાભણું જીવતર પળપળ મરેલ લોચો શાથી ?
ચીમળાયેલો ઈશ્વર ખરતો ખરખર છબીઓમાંથી

બનતાં બનતાં બનતો એવો અનરાધાર બનાવ
ડબડબ ડૂબે આંસુમાં સપનાળુ આંખો સાવ

...

.....................

......................

Share
 
Zazi.com © 2009 . All right reserved