વિભાગ

અતિથી દેવો ભવ:

અમારે 24 મહેમાનો ઓનલાઈન

રમુજ

દસ લાખ લોકોનો સર્વે કર્યા પછી એક સત્ય બહાર આવ્યું છે કે લોકોને સુખ કેમ મળતું નથી ? એ સત્ય એ છે કે લોકો સતત એ જ શોધ્યા કરે છે કે સાલું, બીજાને સુખ કેવી રીતે મળી ગયું ?


સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

મદદ


 ઘર
મનોજ ખંડેરીયા પી.ડી.એફ. છાપો ઇ-મેલ
ઉપભોક્તાઓનુ મુલ્યાંકન: / 2
બેકારશ્રેષ્ઠ 
કવિતા - મુશાયરો
આના લેખક છે મનોજ ખંડેરીયા   
રવિવાર, 11 એપ્રીલ 2010 18:28
Share
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને
જયાં પ્હોંચવાની ઝંખના વસરોથી હોય ત્યાં
મન પ્હોંચતાં પાછું વળે એમ પણ બને
એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એજ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળીયો હું ગઝલનો દીવો કરું
અંધારુ ઘરને ઘેરી વળે એમ પણ બને


...

Share
 
Zazi.com © 2009 . All right reserved