આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
એમ તો ગુજરાત એ ગુજરાત જ છે. પણ, આપણે વાત કરી રહ્યા છીએ - ગુજરાત હજી સુધી આઈ.ટી. એટલે કે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે બેંગ્લુરુ કેમ નથી? - એ વિશે. ગુજરાતનું ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈલેક્ટ્રીસીટી, આઈ.ટી. ક્ષેત્રે હોંશિયાર યુવાનો તેમજ સરકારનો સહયોગ હોવા છતાં આપણે આઈ.ટી.માં આગળ કેમ નથી? હું લગભગ દર વર્ષે બેંગ્લુરુની મુલાકાત લઉં છું અને સ્વાભાવિક રીતે ગુજરાતમાં રહેલો છું અને આઈ.ટી. ક્ષેત્રે ૨૦૦૦ની સાલથી ચાંચ પરોવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ગાંધીનગર ખાતેનાં ઈન્ફોસીટીની મુલાકાત લીધા પછી આપણાં મુખ્ય સવાલ પર ચર્ચા કરીએ.
૧. ઈન્ફ્રાસ્ટ્રકચર - ઈલેક્ટ્રીસીટી વિરુધ્ધ ઈન્ટરનેટ:
બન્ને વસ્તુઓ મહત્વની. પરંતુ, થોડા વર્ષો પહેલાં આપણે માર ખાધી - ઈન્ટરનેટમાં. બાકી અત્યારે જો જોવા જઈએ તો બેંગ્લુરુમાં ઈલેક્ટ્રીસીટીની હાલત જોતા ત્યાંની ઈન્ટરનેટની સુવિધા અર્થ વગરની લાગે છે. ગુજરાતમાં ઈલેક્ટ્રીસીટીની હાલત અન્ય રાજ્યો કરતાં ઘણી સારી છે.
૨. સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક:
સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાં તેજી વખતે કર્ણાટક (અને આંધ્રપ્રદેશ)ની સરકારો એ ઘણાં-બધાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક બનાવ્યા અને રાહત-દરે (!) કંપનીઓને નિમંત્રી. હવે, લાંબા ગાળે આ કંપનીઓએ તૈયાર માલ-સામાન જોતાં બેંગ્લુરુ અને દક્ષિણ ભારતને પોતાનો બેઝ બનાવ્યો અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ. ઘણી કંપનીઓનું મુખ્ય-કેન્દ્ર ત્યાં જ રહ્યું કારણ કે, તેમની શરુઆત ત્યાં જ થઈ હતી.
૩. આઈ.ટી. બસ:
કહેવાય છે કે સોફ્ટવેરની ધૂમ તેજી વખતની બસ ગુજરાત ચૂકી ગયું. ૧૦૦% સાચું. ગુજરાતની તે વખતની સરકાર ખજૂરીયા અને હજુરીયા કાંડમાં પડી હતી - એટલે આઈ.ટી. બસમાં ચડવાનું ધ્યાન ન રહે તે સ્વાભાવિક છે ;) પછી, પણ મોડું ન થયું અને ગાંધીનગર ખાતે ઈન્ફોસીટી બનાવવામાં આવ્યું. પરિણામ? શૂન્ય. કારણ? કીટાણું. આ કીટાણું હતાં - ઈન્ફોસીટીમાં સુવિધાનો અભાવ. યાદ રાખવું જરુરી કે સોફ્ટવેર કંપનીઓ બને ત્યાં સુધી એવી જગ્યા પસંદ કરે જ્યાં જરુરી સુવિધાઓ હાજર જ હોય. વધુમાં, આઉટસોર્સિંગ વડે બેંગ્લુરુ, હૈદરાબાદની બસોએ વધુ તેજી પકડી.
૪. શિક્ષણ:
૨૦૦૦ની સાલ પછી આપણે ત્યાં ખરેખર ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓમાં વધારો થયો. એ પહેલાં ગુજરાતમાં ગણી-ગાંઠી કોલેજ એન્જિનિયરીંગ કે કોમ્પ્યુટર શિક્ષણ આપતી હતી. આઈ.ટી. કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યુમાંથી ફ્રેશ મગજ ઉઠાવવાનો પ્રયત્ન વધુ કરે છે - એનું કારણ એ છે કે મોટાભાગની કંપનીઓ પોતાની રીતે તાલીમ આપીને પોતાનાં કાર્યક્ષેત્રને સંબંધિત કાર્ય કરાવવાનું પસંદ કરે છે. બેંગ્લુરુ અને આજુ-બાજુ શિક્ષણ સંસ્થાઓનો રાફડો તો ક્યારનોય ફાટેલો તે આપણે જાણીએ જ છીએ. હવે, ફાલ ઉતરે એમાં થોડું-ઘણું સારું હોય - એ ન્યાયે આઈ.ટી. કંપનીઓને વાંધો ન આવ્યો.
૫. સ્ટાર્ટ-અપ:
ગુજરાત બેંગ્લુરુ કેમ નથી - તે અંગેનાં ખાંખા-ખોળાંમાં હું આ પાંચમાં કારણને સૌથી વધુ મહત્વ આપું છું. તો આ સ્ટાર્ટ-અપ છે શું? સ્ટાર્ટ-અપ એટલે નાનકડી કંપની. દા.ત. ટ્વીટર. હવે આમાં મહત્વનું છે - તમારો વિચાર. અચાનક તમને વિચાર આવે કે ભાઈ આ વિચાર તો આગળ જતાં મોટી પ્રોડક્ટ કે માર્કેટ બની શકે છે - અને તમે તેનાં આધારે બે-પાંચ કોમ્પ્યુટર અને માણસો લઈ નાનકડા પાયે કંપની શરુ કરો તે કહેવાય - સ્ટાર્ટ-અપ. આવી કંપનીઓ પછી વેન્ચર કેપિટાલિસ્ટ કહેવાતા લોકોના ધ્યાનમાં આવે અને તેઓ તેમને વધુ પૈસા આપે. હવે, આ ગણિત લાગે તેટલું સરળ નથી - કારણ કે તમારો વિચાર, તમારી પ્રોડક્ટ એ કંઈક અંશે તે પહેલાં સફળ થવી જરુરી છે. બેંગ્લુરુમાં મેં આવી ઘણી બધી કંપનીઓ જોઈ. અમદાવાદ કે ગુજરાતમાં આવી કંપનીઓ છે - પણ ગણી-ગાંઠી છે. સ્ટાર્ટ-અપ શરુ કરવા માટે જે હિંમત, મહેનત અને કોઠાસુઝ જરુરી છે - જે ગુજરાતની પ્રજા પાસે છે - છતાં વધુ સંખ્યામાં સ્ટાર્ટ-અપ કેમ નથી એ આશ્ચર્યનો વિષય છે.
આ પાંચ મુદ્દા સિવાય જો તમને લાગતું હોય કે ગુજરાત બેંગ્લુરુ કેમ નથી તો ઉઠાવો કલમ અને મોકલો પત્ર. સોરી, કરો ક્લિક અને મોકલો મને ઈમેલ. ફરી ક્યારેક ગુજરાતને બેંગ્લુરુ (જેવું) કેવી રીતે બનાવી શકાય તેની વાત કરીશું.
Core Dump
"આઈ.ટી. એન્જિનિયરની મુખ્ય ચિંતા આઈ.ટી. હોય છે!"
કાર્તિક મિસ્ત્રી
૦૫-૦૫-૨૦૧૦, બુધવાર.
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
Comments
- Bangalore has weather
- Different attitude towards work, where solution is more important. Most IT companies in Gujarat works on Saturday, while in few cases their Bangalore branch works 5 days a week. This provides ideal time to people and every one knows ideal mind -> more deadly ideas.
- On a side note, Tring Me, Aquilonis, Sasken are Bangalore based company with pure Gujarati founders.
આ સાઇટ હમણા સુધી નહોતી જોઇ... તમારી બ્લોગ-પોસ્ટ પરથી રિડાયરેક્ટ થયો. હવે રેગ્યુલરલી જોતો રહીશ, તમારી પોસ્ટ અને બીજુ બધુ પણ.
સ્ટાર્ટઅપ માટે ગુજરાતીઓમાં નવા વિચારો ખીલવા જોઈએ. ગુજરાતીઓ મોટે ભાગે ઘેંટાચાલ ધન્ધો કરવામાં વધુ માને છે.
મારા મતે મુખ્ય કારણ એનું માળખાગત સુવિધાઓનો અભાવ છે. ગુજરાત સરકારે આઇટી પાર્ક બનાવ્યું પણ અમુક ઇન્સેન્ટીવ આઇટી કંપનીઓને જોઇએ છે એ ના આપી શક્યું. આજથી લગભગ 3 વર્ષ પહેલા જ્યારે આઇટી પાર્કની મૂલાકાત લીધી હતી ત્યારે મોટા ભાગની જગ્યા ફાજલ પડી હતી અને જે કંપનીઓ હતી એ મોટા ભાગની BPO કંપનીઓ હતી. હાલની તારીખમાં જો આ પરિસ્થિતિ સુધરી હોય તો ખબર નથી.
બીજું કારણ મને એ પણ લાગે છે કે મોટા ભાગના ભારતીય આઇટી ક્ષેત્રના માંધાંતાઓને મોદી સાહેબ જોડે ફાવતું નથી એટલે ટાટા સિવાય કોઇએ ગુજરાતમાં એમની દુકાનો નથી ખોલી. વિપ્રોના અઝીમ પ્રેમજી અને ઇન્ફોસીસના નારાયણમૂર્તિને પણ મોદી સાહેબ સાથે ફાવતું નથી.
સાથે સાથે એક વાર બસ ચૂકી ગયા પછી ફરી ગાડીને પાટે ચડાવવી એ થોડું અઘરું છે.
aapna gujarat ma school level thi j compter ma dhyan rakhva jevu che. comouter subject to school ma che parantu tene koi mahatva j nathi apatu. e.g. computer teacher ne to school ma kai bijuj kam karave, comouter no visay secondary subject ganva ma aave . jarur che comouter ne main visay ma samavama aave