આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાહિત્ય સમાચાર
અવસર પરિવાર , આપ સૌ પરિવારજનો ના આશીર્વાદ અને હેત ના સિંચન થી દિવસે દિવસે વિકસતો જાય છે . એ આપણા સમગ્ર પરિવાર માટે હર્ષ ની વાત છે , પણ વધુ હરખ એ વાત નો છે કે આ વસંતે અવસર ના વૃક્ષ પર એક નવી કુંપળ ફુંટશે . એ મ્હોરશે અને આપણને મ્હાલવાનું કારણ આપશે .
મિત્રો , છેલ્લા ઘણા સમય થી આપણે અવસર ના ઓથારે ,કાવ્યો તથા ગઝલ ને "કાવ્યોત્સવ " ના માધ્યમ થી માણતા આવ્યા છીએ . અવસર પરિવાર એ ઉત્સવ ના આનંદ ને બમણો કરવા જઈ રહ્યો છે .
અવસર પરિવાર એક એવા કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યો છે , જ્યાં આપણે દરેક વખતે માણીશું જુદા જુદા કવિઓ ના સાનિધ્યને ,
કવિ પાસે થી જાણીશું એમની કવિતાઓ વિષે , કવિતા પ્રત્યેના અભિગમ અને એમની જીવની વિષે .
એક સિદ્ધહસ્ત કવિ , અને એમની માંહ્ય નો સામાન્ય માણસ , એ બે વચ્ચે ની સફર ક્યારેક એક કાવ્ય સ્વરૂપે કહી શકાય ,ક્યારેક એક પંક્તિ માં વર્ણવાય તો ક્યારેક એને આખી નવલકથા નું સ્વરૂપ આપવું પડે, અને એ કવિ ના જ સ્વ-મુખે સંભાળવા મળે તો ....! એના થી રૂડું બીજું કઈ ના હોય એમજ ને ?
દર બે અથવા ત્રણ મહિના ના અંતરાલે સિદ્ધહસ્ત કવિ ને અવસર ના આંગણે આમંત્રિત કરી , કવિતા ના તમામ ચાહક તથા ઉપાસક વર્ગ ની સમક્ષ રજુ કરવાનો એક અનેરો પ્રસંગ થશે .
આ વિચારો નો સમન્વય ,નવોદિત કવિ માટે માર્ગદર્શન બની રહેશે તો કોઈ માટે સ્વયમ ને મઠારવા ની માહિતી . અને હા ... જે તે કવિ ના કાવ્યો નો આસ્વાદ તો માણીશું જ માણીશું .
આ ઉપક્રમ નું નામ "અવસર-કાવ્ય ગોષ્ઠી" રાખી શકાય એવો એક પ્રાથમિક વિચાર છે (સૂચનો આવકાર્ય).
AN INVITATION : By Anil Chavda -
[ https://www.facebook.com/anil.chavda.39 ]
પ્રિય મિત્રો,
મારાં 3 પુસ્તકો, જેમાં એક પુસ્તક કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે રહીને સંપાદિત કર્યું છે, તેનો લોકાર્પણ સમારોહ પૂજ્ય શ્રી મોરારિબાપુના હસ્તે થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે આપ સૌ મિત્રોને હાજર રહેવા નિમંત્રણ પાઠવું છું. આપ સર્વે મિત્રો આવશો તો મારો આ નાનકડો પ્રસંગ પર્વ બની જશે.
આપ પધારશો, મને ખાત્રી છે.
આપની પ્રતીક્ષામાં છું.
સુરત મહાનગરપાલિકાના ઉપક્રમે દર મહિનાના પહેલા રવિવારે સાંજે બરાબર ચાર વાગ્યે નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય, ઘોડદોડરોડ, સુરત ખાતે "ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠી" યોજવામાં આવશે.
આ કાવ્યગોષ્ઠીમાં કોઈ પણ કવિ પોતાની રચના લઈ ઉપસ્થિત રહી શકશે. જાણીતા કવિઓ આ રચનાઓ વિશે ચર્ચા-ટિપ્પણી કરશે.
સર્વ કવિમિત્રો તથા જાહેર જનતાને હૃદયપૂર્વક આમંત્રણ છે...
પહેલી ગૂફ્તેગુ : 3 ફેબ્રુઆરી, રવિવારના રોજ બરાબર સાંજે ચાર વાગ્યે
કવિઓને વિનંતી કે નિમ્નલિખિત પંક્તિઓમાંની કોઈ એક પંક્તિ પર કાવ્યરચના કરી આવે:
1) નવા જમાનાની હવામાં આમ આવ નહીં
2) આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે
3) જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે
4) ના, નહીં આવું, મળવાને નહીં આવું (ગીતરચના)
આ સિવાય પોતાની તાજી સ્વરચિત કાવ્યકૃતિનું પણ સ્વાગત છે.
વધુ વિગતો માટે આજે જ સંપર્ક કરો:
વિવેક મનહર ટેલર (૯૮૨૪૧૨૫૩૫૫)
http://facebook.com/guftegu
આનંદદાયક "આદિલના શેરોનો આનંદ"
શનિવાર, જાન્યુઆરી ૧૨, ૨૦૧૩, ને સ્વામી વિવેકાનંદના ૧૫૦મા જ્ન્મદિને પ્રગટ થયું છે દરેક ગુજરાતી માટેનું પુસ્તકઃ આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન.
શ્રી વિજય શાહની મદદથી આદિલના શેરોનો આનંદ પુસ્તકનું મુદ્રણ શક્ય બન્યું છે.
આદિલના શેરોનો આનંદ પુસ્તકની ઓળખઃ
–પુસ્તકના નામમાં બે અગત્યના શબ્દો છેઃ ‘આનંદ’ અને ‘રસમય’. આપણા લાડીલા શાયર આદિલના શેરોનો આનંદ આપ અનુભવશો આ પુસ્તકનું પઠન કરતાં. અને એ વાંચન રસમય બનશે.
–આ પુસ્તક કવિતાના લોકપ્રિય પ્રકાર ગઝલના શેરો વિશે છે — પણ એમાં મોટે ભાગે રસમય ગદ્ય છે.
–અને આ વિવેચનનું પુસ્તક પણ નથી. આ રસમય વાંચનનું પુસ્તક છે.
-
એંજલ.Zazi.com © 2009 . All right reserved | Feed Entries |