આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાહિત્ય સમાચાર
ગુજરાતી સુગમસંગીત ફાઉન્ડેશનના ઉપક્રમે કાવ્યધારા પ્રસ્તુત કરે છે - કાવ્ય મહોત્સવ - 2011
કવિઓ : અનિલ જોષી, પ્રફુલ નાણાવટી, ધુની માંડલીયા, રાજેશ વ્યાસ મિસ્કીન, દક્ષા પટેલ , વંચિત કુકમાવાલા, તથાગત પટેલ , પંચમ શુક્લ અને કૃષ્ણ દવે
સમય: સાંજે 6 વાગે, શનિવાર,
તારીખ:22-01-2011
સ્થળ : ગુજરતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા પાછળ,આશ્રમ રોડ, અમદાવાદ
નિમંત્રક : કૃષ્ણ દવે,સંયોજક કાવ્યધારા
સંપકૅ : 9426563338, 9426378995
ઈમેલ : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
મિત્રો- મને જણાવતા આનંદ થાય છે કે મુરબ્બી શ્રી હરનિશભાઈ જાનીને નિબંધ સંગ્રહ "સુશીલા" ૨૦૦૯ માટે ગુજરાતી સાહિત્ય પરિષદે- જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી સન્માનિત કર્યા છે.
પારિતોષિક વિશે પુછતાં હરનિશ ભાઈ જણાવે છે કે, “મારી દ્રષ્ટિએ,આ પારિતોષિક કોઇ પણ હાસ્ય લેખક માટે ઉચ્ચતમ સન્માન ગણાય. એનું મને ગૌરવ છે.અમેરિકન ગુજરાતીના નાતે વધુ આનંદ થાય .એ સ્વાભાવિક છે. આમાં તમારો ઘણો ફાળો છે. તમે લોકોએ જુદી જુદી રીતે કાયમ પ્રોત્સાહિત કર્યો છે અને ગાઇડ કર્યો છે. આપનો ખૂબ આભાર-. હજું હું એવો મોટો લેખક નથી બન્યો કે જે આ એવોર્ડ પાછો આપી દઉં. એટલે સહર્ષ સ્વીકાર્યો છે.”
તા.ક. આ પુસ્તક તમે મેળવીને જાતે ચકાશી જુઓ કે આ પારિતોષિકને યોગ્ય છે કે નહીં ? ભારતમાં આ પુસ્તક હર્ષ પ્રકાશન અમદાવાદ પાસેથી મળી શકશે.અથવા કોઇપણ બુકસ્ટોર મેળવી આપશે .અને યુ.એસ.એ.માં હરનિશનભાઈ પાસેથી લેવાજોડો-Phone-609-577-7102.
'ધબકાર-મુંબઈ' દ્વારા ૧૯મી કાવ્ય ગોષ્ઠી તથા ગઝલ સમ્રાટ શયદા સાહેબના ૧૧૮મા જન્મદિન નિમિત્તે ' શયદા - ઉત્સવ' નું આયોજન થયું છે.
દિનાંક ૨૪.૧૦.૨૦૧૦ રવિવારના સાંજે ૪.૩૦ કલાકે,
ગ્રાંટ્રરોડ મધ્યે ચેતન ફ્રેમવાલા,
૧૧ સી અભિલાષા,
૪૬ ઑગસ્ટ ક્રાંતિ માર્ગ,
ગોવાલિયા ટેન્ક ગ્રાન્ટ રોડ વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૩૬
આ ગોષ્ઠીની અધ્યક્ષતા જાણીતા ગઝલકાર શ્રી નયનભાઈ હ. દેસાઇ કરશે.. શયદા સાહેબ ની અમર ગઝલોને યુવા ગાયકો કંઠ આપશે. સૌ કવિ મિત્રો તથા કવિતા પ્રેમીઓ ને આ ગોષ્ઠીમાં પધારવાનું ભાવ ભર્યું આમંત્રણ છે.
વધુ માહિતી માટે ચેતન ફ્રેમવાલાનો સંપર્ક કરવો. Cell - ૯૩૨૦૦ ૩૩૭૨૨.
-
શરદચંદ્રZazi.com © 2009 . All right reserved | Feed Entries |