વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 64 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્ની બહુ કરકસરવાળી છે ! તેના ડ્રેસમાંથી મારું શટૅ બનાવ્યું .

મારી પત્ની એથીય કરકસરવાળી છે. મારા શટૅમાં થી તેણે નાઈટી બનાવી.

સાહિત્ય

સાહિત્ય સમાચાર

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


આઈએનટીનો પ્રતિષ્ઠિત કલાપી અૅવોર્ડ આજે જેમને મળવાનો છે એ અદમ ટંકારવી મૂળ ભરૂચ પાસેના ટંકારિયા ગામના. મુંબઈની જયહિન્દ કૉલેજમાં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી સાથે એમ.એ. કરીને ત્યાંની જ જીવનભારતી સ્કૂલમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. એ પછી વલ્લભવિદ્યાનગરમાં ૨૧ વર્ષ અંગ્રજીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૯૧માં બ્રિટનની સ્કૂલમાં હેડ ટીચર તરીકે નોકરી મળતાં ત્યાં જ સ્થાયી થયા. એ પછી ત્યાંની પ્રેસ્ટન કૉલેજમાં લેકચરર તરીકે પણ જૉબ કરી. અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ટંકારવી સાહેબે પહેલી ગઝલ પંદર વર્ષની વયે લખી હતી. તેમના આઠ ગઝલસંગ્રહ બહાર પડ્યા છે. ગુજરાતી ભાષા પરત્વે ઊંડી નિસબત ધરાવતા અને તેના લુપ્ત થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેઓ કહે છે,

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું,

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



ધબકાર-મુંબઈની ૨૭મી કાવ્ય ગોષ્ઠી ગ્રાંટ રોડ મુંબઈ, ચેતન ફ્રેમવાલાના નિવાસસ્થાને યોજાઈ, આ ગોષ્ઠી ગુજરાતી ગઝલના ભેખધારી, દિલેરબાબુને એમની જન્મજયંતી નિમિત્તે સમર્પિત કરવામાં આવી હતી. ગોષ્ઠીની અધ્યક્ષતા દિલેરબાબુના મિત્ર શ્રી આશિત હૈદરાબાદીએ કરી, ચેતન ફ્રેમવાલા એ સંચાલન કરી દિલેરબાબુ ની ગઝલો અને સુંદર શેર વાંચ્યા હતાં. દિલેરબાબુ સાથે જેમણે ઘણા મુશાયરામાં  ભાગ લીધો છે , એવા સર્વ શ્રી, શૈલ પાલનપુરી, સુરેન્દ્ર કડિયા, રેખાબેન 'રોશની' અને આશિતભાઈએ દિલેરબાબુ સાથે ના સંસ્મરણોને વાચા આપી. દિલેરબાબુ એ ગઝલકાર ઉપરાંત નાટક-લેખન, દિર્ગદર્શન અને નિર્માતા તરીકે પણ ઉમદા ફાળો આપ્યો હતો, આ ગોષ્ઠીમાં ગુજરાતી તખ્તાના કલાકાર પુર્ણિમાબેન મુન્શફ પણ હાજર રહ્યા હતાં. દિલેરબાબુના પત્ની ગીતાબેન આચાર્યએ ધબકાર કાવ્ય ગોષ્ઠી માટે શુભેચ્છા પત્ર અને દિલેરબાબુના ફોટોગ્રાફ મોકલ્યા હતાં. વિનય પંડ્યા અને હેમાબેન મેહ્તા એ દિલેરબાબુની ગઝલોને કંઠ આપ્યો હતો. ગોષ્ઠીમાં ગુજરાતી અને હિન્દીના કુલ ૩૦ કવિ-કવિયેત્રીઓએ પોતાની રચના રજુ કરી હતી.

આગામી ધબકાર-મુંબઈ કાવ્ય ગોષ્ઠી મુરબ્બી ઊમાશંકર જોશીની યાદ માં ૧૭મી જુલાઇના દિને ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને યોજાશે.

વધુ મહિતી માટે સંપર્ક :

ચેતન ફ્રેમવાલા -
૯૩૨૦૦૩૩૭૨૨,
ધબકાર - મુંબઈ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

મિત્રો,

આપને જણાવતાં આનંદ થાય છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વિનયન શાખાના ડીન અને ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના અધ્યક્ષ ડૉ.બળવન્તરાય જાની ઍક ટૂંકી મુલાકાત માટે શિકાગો આવી રહ્યા છે. શિકાગોના સાહિત્યરસિકોને ઍમની મુલાકાતનો લાભ મળી શકે ઍ હેતુથી ૨૬મી મે ગુરૂવારે સાંજે ૬:૩૦ વાગે ડૉ. અશરફ ડબાવાલા અને ડૉ. મધુમતી મહેતાના નિવાસસ્થાને શામબર્ગમાં ઍક શાનદાર સાંજનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે જણાવ્યા મુજબ રહેશે


◙ રમેશ પારેખ અને વિનોદ જોશીનાં કાવ્યો વિષે રસપ્રદ વ્યાખ્યાન - ડૉ.બળવન્તરાય જાની

◙ ગુજરાતી સાહિત્ય અને શિક્ષણ વિષે પ્રશ્નોતરી - ડૉ.બળવન્તરાય જાની

◙ કવિસંમેલન - શિકાગો વિસ્તારના કવિઓ

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

હું રીટાયર થયો  ( ત્રિઅંકી નાટક ) નું પૂર્વાવલોકન

પ્રવિણ સોલંકીની કસાયેલી કલમે લખાયેલા નાટક  “હું રિટાયર થયો” માં હ્યુસ્ટનના પીઢ કલાકાર શ્રી. મુકુંદભાઈ ગાંધી મુખ્ય ભૂમિકામા રજૂ થાય છે. સશક્ત કથાવસ્તુ, હ્રદયસ્પર્શી સંવાદો, અને હૈયાને સ્પર્શી જાય તેવા પ્રસંગોની     હારમાળાથી ગુંથાયેલું આ નાટક દરેકે દરેક ગુજરાતી સહ્રદયી પ્રેક્ષકે જોવા જેવું છે.

હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના ખ્યાતનામ કલાકારો મુકુંદ ગાંધી,રક્ષાબેન પટેલ, ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર,અરવિંદ પટેલ (બાના), મનિષા મહેતા, લલિત શાહ, મનીષ શાહ, નવીન બેંકર વગેરેને હ્યુસ્ટનની કદરદાન જનતા સારી રીતે ઓળખે છે. છેલ્લા વીસ વર્ષમા તેમણે ઘણા નાટકોમા અભિનયના અજવાળા પાથર્યા છે. ઉપરાંત, વિવિધ સંસ્થાઓના કાર્યક્રમો અને નાટકોમાં અગ્રગણ્ય ભાગ લઈ ચૂકેલા લોકપ્રીય કાર્યકર શ્રી.રસેશ દલાલ આ નાટકમાં અભિનય આપે છે. ખ્યાતનામ અને સૌના માનિતા કલાકાર અને દિગ્દર્શક શ્રી હેમંત ભાવસાર તેમની નવી જ અદાકારી આ નાટકમાં રજૂ કરે છે. લોક્લાડિલા કલાકાર યોગિના પટેલ અને “બાપ્સ” સંસ્થાના પ્રીય કાર્યકર કુલદીપ બારોટ સહયોગ આપે છે. આ નાટકમાં નવા યુવાન કલાકાર પંક્તિ ગાલા એક યાદગાર ભૂમિકા ભજવે છે.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries