આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આઈએનટીનો પ્રતિષ્ઠિત કલાપી અૅવોર્ડ આજે જેમને મળવાનો છે એ અદમ ટંકારવી મૂળ ભરૂચ પાસેના ટંકારિયા ગામના. મુંબઈની જયહિન્દ કૉલેજમાં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી સાથે એમ.એ. કરીને ત્યાંની જ જીવનભારતી સ્કૂલમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. એ પછી વલ્લભવિદ્યાનગરમાં ૨૧ વર્ષ અંગ્રજીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૯૧માં બ્રિટનની સ્કૂલમાં હેડ ટીચર તરીકે નોકરી મળતાં ત્યાં જ સ્થાયી થયા. એ પછી ત્યાંની પ્રેસ્ટન કૉલેજમાં લેકચરર તરીકે પણ જૉબ કરી. અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ટંકારવી સાહેબે પહેલી ગઝલ પંદર વર્ષની વયે લખી હતી. તેમના આઠ ગઝલસંગ્રહ બહાર પડ્યા છે. ગુજરાતી ભાષા પરત્વે ઊંડી નિસબત ધરાવતા અને તેના લુપ્ત થવા વિશે ચિંતા વ્યક્ત કરતાં તેઓ કહે છે,
ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું,
જડી છે એક લાવારિસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું,
ગુજરાતીમાં લખી છે એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છે.
ગુજરાતી પ્રેમ વિશેનો તેમનો આ શેર પણ સરસ છે
ગુર્જરીના કોડ પૂરા થઈ ગયા,
લ્યો ગઝલના હાથ પીળા થઈ ગયા.
જડી છે એક લાવારિસ ભાષા, હું એનો દાવેદાર શોધું છું. - અદમ ટંકારવી
-
નેપોલિયન બોનાપાર્ટZazi.com © 2009 . All right reserved |
Read more...