વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 225 guests and no members online

મદદ

 


 



રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 



ધબકાર-મુંબઈની ૨૭મી કાવ્ય ગોષ્ઠી ગ્રાંટ રોડ મુંબઈ, ચેતન ફ્રેમવાલાના નિવાસસ્થાને યોજાઈ, આ ગોષ્ઠી ગુજરાતી ગઝલના ભેખધારી, દિલેરબાબુને એમની જન્મજયંતી નિમિત્તે સમર્પિત કરવામાં આવી હતી. ગોષ્ઠીની અધ્યક્ષતા દિલેરબાબુના મિત્ર શ્રી આશિત હૈદરાબાદીએ કરી, ચેતન ફ્રેમવાલા એ સંચાલન કરી દિલેરબાબુ ની ગઝલો અને સુંદર શેર વાંચ્યા હતાં. દિલેરબાબુ સાથે જેમણે ઘણા મુશાયરામાં  ભાગ લીધો છે , એવા સર્વ શ્રી, શૈલ પાલનપુરી, સુરેન્દ્ર કડિયા, રેખાબેન 'રોશની' અને આશિતભાઈએ દિલેરબાબુ સાથે ના સંસ્મરણોને વાચા આપી. દિલેરબાબુ એ ગઝલકાર ઉપરાંત નાટક-લેખન, દિર્ગદર્શન અને નિર્માતા તરીકે પણ ઉમદા ફાળો આપ્યો હતો, આ ગોષ્ઠીમાં ગુજરાતી તખ્તાના કલાકાર પુર્ણિમાબેન મુન્શફ પણ હાજર રહ્યા હતાં. દિલેરબાબુના પત્ની ગીતાબેન આચાર્યએ ધબકાર કાવ્ય ગોષ્ઠી માટે શુભેચ્છા પત્ર અને દિલેરબાબુના ફોટોગ્રાફ મોકલ્યા હતાં. વિનય પંડ્યા અને હેમાબેન મેહ્તા એ દિલેરબાબુની ગઝલોને કંઠ આપ્યો હતો. ગોષ્ઠીમાં ગુજરાતી અને હિન્દીના કુલ ૩૦ કવિ-કવિયેત્રીઓએ પોતાની રચના રજુ કરી હતી.

આગામી ધબકાર-મુંબઈ કાવ્ય ગોષ્ઠી મુરબ્બી ઊમાશંકર જોશીની યાદ માં ૧૭મી જુલાઇના દિને ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને યોજાશે.

વધુ મહિતી માટે સંપર્ક :

ચેતન ફ્રેમવાલા -
૯૩૨૦૦૩૩૭૨૨,
ધબકાર - મુંબઈ

Zazi.com © 2009 . All right reserved