વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 61 guests and no members online

મદદ

 


 



રમુજ

પત્રકાર : અગર વિપક્ષમાંથી કોઈ નેતા તમારી પાર્ટીમાં સામેલ થઈ જાય તો તમે એને શું કહેશો?

નેતાજી : હ્યદય પરિવર્તન.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

હું રીટાયર થયો  ( ત્રિઅંકી નાટક ) નું પૂર્વાવલોકન

પ્રવિણ સોલંકીની કસાયેલી કલમે લખાયેલા નાટક  “હું રિટાયર થયો” માં હ્યુસ્ટનના પીઢ કલાકાર શ્રી. મુકુંદભાઈ ગાંધી મુખ્ય ભૂમિકામા રજૂ થાય છે. સશક્ત કથાવસ્તુ, હ્રદયસ્પર્શી સંવાદો, અને હૈયાને સ્પર્શી જાય તેવા પ્રસંગોની     હારમાળાથી ગુંથાયેલું આ નાટક દરેકે દરેક ગુજરાતી સહ્રદયી પ્રેક્ષકે જોવા જેવું છે.

હ્યુસ્ટન નાટ્યકલા વ્રુંદના ખ્યાતનામ કલાકારો મુકુંદ ગાંધી,રક્ષાબેન પટેલ, ઉમાબેન નગરશેઠ, હેમંત ભાવસાર,અરવિંદ પટેલ (બાના), મનિષા મહેતા, લલિત શાહ, મનીષ શાહ, નવીન બેંકર વગેરેને હ્યુસ્ટનની કદરદાન જનતા સારી રીતે ઓળખે છે. છેલ્લા વીસ વર્ષમા તેમણે ઘણા નાટકોમા અભિનયના અજવાળા પાથર્યા છે. ઉપરાંત, વિવિધ સંસ્થાઓના કાર્યક્રમો અને નાટકોમાં અગ્રગણ્ય ભાગ લઈ ચૂકેલા લોકપ્રીય કાર્યકર શ્રી.રસેશ દલાલ આ નાટકમાં અભિનય આપે છે. ખ્યાતનામ અને સૌના માનિતા કલાકાર અને દિગ્દર્શક શ્રી હેમંત ભાવસાર તેમની નવી જ અદાકારી આ નાટકમાં રજૂ કરે છે. લોક્લાડિલા કલાકાર યોગિના પટેલ અને “બાપ્સ” સંસ્થાના પ્રીય કાર્યકર કુલદીપ બારોટ સહયોગ આપે છે. આ નાટકમાં નવા યુવાન કલાકાર પંક્તિ ગાલા એક યાદગાર ભૂમિકા ભજવે છે.


પોતાની આખી જિંદગી નાટ્યકલાને સમર્પિત કરી દેનાર અભિનયસમ્રાટ અનંતરાય વિદ્યાપતિ રિટાયર થયા પછી તેમના ઉત્તરકાળમા અત્યંત દારૂણ પરિસ્થિતિ વચ્ચે પણ જીવનસમ્રાટ બની રહે છે.

સંવાદો..દિગ્દર્શન...સંન્નિવેશ..પ્રકાશ-આયોજન..અભિનય..બધું જ એકદમ પ્રોફેશનલ છે.દ્રષ્યોની ધારી અસર પણ પ્રકાશ-આયોજન અને પાર્શ્વસંગીતની મદદથી ઉપજાવી શકાયા છે. રસ પડે એવું કથાનક અને રસ જળવાઈ રહે એવી પકડ છે.દરેક દ્રષ્યને અંતે 'હવે શું થશે' તે પ્રશ્ન પ્રેક્ષકના મનમા જન્મે છે. નાટક માટે જરૂરી જીજ્ઞાસા પણ અમુક હદ સુધી જળવાય છે. રંગભૂમિ અને જિંદગી એકબીજાના પર્યાય બની ગયા હોય એવા કલાકારના જીવનનું કરૂણ પાસુ અહીં જે રીતે વ્યક્ત થયા છે તે યાદગાર છે. સંન્નિવેશ દ્રશ્યોને અનુરૂપ છે અને એવું જ પ્રકાશ-આયોજનનું છે. અહીં એવી સામાજીક સમસ્યાનું નિરુપણ છે જેનું વત્તુઓછુ પ્રતિબિંબ આપણા આજના સંયુક્ત કુટુંબોમાં જોવા મળે છે. “સરકાર” (રક્ષાબેન પટેલ)  અને રાયજી-અનંતરાય વિદ્યાપતિ ( મુકુંદ ગાંધી) કેન્દ્રવર્તિ પાત્રો હોવાં છતાં, દીકરો, વહુ, દીકરી, જમાઈ,બબ્બે નોકરો જેવા પાત્રોને પણ પોતાની ઓળખ મળી રહે એવું સમતોલન આ નાટકની રજૂઆતમા છે. રસેશ દલાલ, માબાપ અને પત્નિ વચ્ચેની સ્થિતિ અહી સચોટ રીતે વ્યક્ત કરે છે. ઉમદા જમાઈ તરીકે શ્રી.મનિષ શાહ, દીકરીના પાત્રમા યોગિનાબેન પટેલ,  પૌત્રી (છછુંદરી) ના પાત્રમા પંક્તિ ગાલા, ધનીક શેઠીયાના પાત્રમા લલિત શાહ, બન્ને નોકરોના પાત્રમા શ્રી અરવિંદ બાના અને શ્રી.હેમંત ભાવસાર અને પૌત્રવધુ તરીકે ભારતના સાંસ્ક્રુતિક એમ્બેસેડર તરીકે ઓળખાતા શ્રીમતી ઉમાબેન નગરશેઠ પણ પોતપો
તાના પાત્રોને “જીવી”  જાય છે.રક્ષાબેન અને ઉમાબેન પાસે સફળ અભિનેત્રી માટેની સજ્જતા, સંવેદન અને સમજ એમ ત્રણે જરૂરી તત્વો છે.
રોચક સ્ક્રિપ્ટ..ઉત્તમ દિગ્દર્શન..વાસ્તવિક અભિનય..નાટકની ગતિને જાળવી શકે તેવા પ્રસંગોના  આશ્ચર્યકારક વળાંકો.. આ નાટકને સફળ બનાવે છે.

- નવિન બેન્કર

Houston, TX

Stafford Civic Center (old) on Saturday, May 14, 2001 at 8:00PM

Tickets are : $10 (balcony) and $15, 20 and 30 (orchestra).  Group discount is also available. 

This will be a "Houseful" performance, so please get your tickets soon.

Tickets are available at :

Indian grocery stores

or

you can also contact:

Navinbhai Banker (713-771-0050),
Rasesh Dalal (832-646-4996)
Deepak Bhatt (281-491-6683

e-mail This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.).

Comments  

vijay shah
# vijay shah 2011-05-06 13:26
Thanks! :D
chetan
# chetan 2011-05-10 03:12
Good
Zazi.com © 2009 . All right reserved