આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ધબકાર મુંબઈની ૨૪મી માસિક કાવ્ય ગોષ્ઠી ધુળેટીના દિવસે, ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને, ગ્રાંટ રોડ-મુંબઈ ખાતે યોજાઈ, જાણીતા ગઝલકાર શ્રી આશિતભાઈ હૈદરાબાદી ના અમૄત વર્ષ પ્રવેશ ની ઊજવણી આ સંધ્યામાં થઈ. જેમા યુવા કવિ વિનય પંડ્યા અને હેમા મહેતાએ આશિતભાઈની ગઝલોને સુંદર કંઠ આપ્યો. ગોષ્ઠીની અધ્યક્ષતા શ્રી આશિતભાઈ હૈદરાબાદીએ કરી. સંચાલન ચેતન ફ્રેમવાલાએ કર્યું. સર્વશ્રી આશિતભાઈ, કિર્તી વાઘેલા, મરિયમ ગઝાલા, નીરજ વ્યાસ, ચેતન ફ્રેમવાલા અને હિંદીના જાણીતા કવિ સર્વશ્રી લોચન સક્સેના, દેવમણી પાંડે, ત્રિલોચન અરોરા, રવિ યાદવ સહિત ગુજરાતી અને હિંદીના કુલ ૩૧ રચનાકારોએ પોતાની રચનાનું પઠન કર્યું. વિન યી- સાલસ સ્વભાવી આશિત હૈદરાબાદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો.
ધબકાર- મુંબઈની આગામી કાવ્ય ગોષ્ઠી
દિ.૧૭મી એપ્રિલ ૨૦૧૧
સાંજે ૪.૩૦ કલાકે
ચેતન ફ્રેમવાલાના નિવાસ સ્થાને યોજાશે.
વધુ માહિતી માટે સંપર્ક - ૯૩૨૦૦૩૩૭૨૨.
-
કવિ કલાપીZazi.com © 2009 . All right reserved |
Read more...