વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 73 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


http://www.trustpapa.org

અમદાવાદના ખંતિલા નવ્યુવકોએ ઉચ્ચશિક્ષના મત્વના તબક્કામાંથી પસારથતા વિદ્યાર્થીઓને આરપારની સહાય પુરી પાડવા માટે એક નવોજ અભિગમ હાથમાં લિધો છે. ટ્રસ્ટ પા .પા શા માટે ?


આ વિશે વિગતે વાત કરતા સિધ્ધાર્થ ઠાકર જણાવે છે કે  - હકીકત એ છે કે એક મજબુત ,સ્વસ્થ અને ટકાઉ સમાજનું નિર્માણ શિક્ષણ,પર્યાવરણ અને આરોગ્ય જેવા ત્રણ આધાર સ્તંભો દ્વારા થાય છે. આ સેવાઓની ગુણવત્તા અને જરૂરિયાતમંદોને તેની પ્રાપ્તિ હમેશા વિવાદિત અને ચર્ચા ના કેન્દ્રસ્થાને રહેલા છે. આ સેવાઓ ની માંગ નોંધપાત્ર હોવા છતાં ,માંગ અને પુરવઠા વચ્ચે મોટો ગાળો આજેપણ પ્રવર્તમાન છે. આ પરથી તારવી શકાય કે આ ક્ષેત્રોમાં લેવાયેલા પગલા ક્યાંક બિનઅસરકારક તો ક્યાંક અપુરતા છે.


શિક્ષણ,પર્યાવરણ અને આરોગ્યના ક્ષેત્રમાં રહેલ માંગ અને પુરવઠા વચ્ચેના ગાળાને ઓછો કરવા અને શક્ય હોય તેટલો આ ગાળા ને પુરવા તથા આ ક્ષેત્રોમાં રચનાત્મક પરિવર્તન લાવવા માટે ટ્રસ્ટ પા.પાના ટ્રસ્ટીઓ પ્રતિબધ્ધ છે. આ સંદર્ભમાં વ્યક્તિગત સામેલગીરી અને વ્યક્તિગત ધ્યાન દ્વારા અસરકારક કાર્યકરવાના ધ્યેય સાથે ટ્રસ્ટ પા.પાનો જન્મ થયો છે.

ધ્યેય



આર્થિક સહાય અને વ્યયસાય વિષયક માર્ગદર્શન દ્વારા વંચિત વર્ગના વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણના સ્વપ્નો સિદ્ધ કરવા માળખાકીય સવલતો પૂરી પડાવી એ ટ્રસ્ટ પા.પાનું ધ્યેય છે. સહયોગ પૂર્ણ પ્રક્રિયા દ્વારા ટ્રસ્ટ જરૂરિયાતમંદોને સ્વાસ્થ સંભાળ પૂરી પડાવી , કુદરતી સંસાધનો ના યોગ્ય વિનિયોગ દ્વારા ટકાઉ અને લાંબાગાળાના વિકાસ સાધવાના આશ્રયથી ટ્રસ્ટ અનેક વિવિધસવલતો પૂરી પડવાના અનુદાનના કાર્યક્રમો આયોજીત કરવાનું ઘ્યેય રાખે છે.


ઉદ્દેશ
ઉચ્ચશિક્ષણ



• કૉલેજ અને વિશ્વવિધાલયોમાં આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી
• સંશોધન પ્રક્રિયા ને પ્રોતસાહન પૂરું પડવું
• શિક્ષણને લાગતું માર્ગદર્શન અને સલાહ પૂરી પાડવી


પર્યાવરણ



• ઇકોલોજીકલ, વાતાવરણના ફેરફારો, ટકાઉ વિકાસ અને વૃદ્ધિના ક્ષેત્રોને આવરીલેતી પ્રવૃત્તિઓ હાથ ધરવી
• કુદરતી સ્રોતના સાચવણી, સરક્ષણ અને વ્યવસ્થાપન કરવું
• વન્યજીવનને સરક્ષણ પૂરું પડવું તથા પશુ –પક્ષીઓની સેવા કરવી


આરોગ્ય



• સ્વાસ્થ જાગૃતિનો પ્રસાર કરવો અને યુવાનોને પ્રાથમિક સારવાર માટેની તાલિમ આપવી
• રક્તદાન કેમ્પ તથા તબીબી તપાસ કેમ્પ નું આયોજન કરવું
• માંદા,વૃદ્ધો,માનસિક તથા શારીરિકરીતે વિકલાંગ જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવી

Zazi.com © 2009 . All right reserved