Print
Parent Category: સમાચાર
Category: સહકાર
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

અમે અખિલટીવી દ્વારા બાળકો, યુવાનો અને મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને કેન્દ્રમાં રાખી વિવિધ પ્રકારના જીવનપયોગી વિષયો પર માર્ગદર્શન આપતી વિડીયો ફિલ્મનું નિર્માણ કરીએ છીએ અને ફિલ્મ શોનું સંચાલન કરીએ છીએ.

વિવિધ વિષયો પર તજજ્ઞોના અનુભવ સહિત મંતવ્યો વ્યક્ત કરતી આ વિડીયો ફિલ્મ દ્વારા જીવનના મુલ્યોની સાચી સમજ તથા જીવનના લક્ષ્ય નક્કી કરીને પ્રગતિશીલ જીવન જીવવાની પ્રેરણા બાળકોથી માંડીને વડિલો લેતા જણાયા છે

2009 ની 22 નવેમ્બરથી 2010ની 3 જી માર્ચ દરમ્યાન દક્ષિણ ગુજરાતના ઉમરગામથી પંચમહાલ્સના દાહોદ થઇને બનાસકાંઠાના પાલનપૂર સુધી લગભગ 4345 કિ.મીનો પ્રવાસ કરીને અમે અંતરીયાળ અને સરહદી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આશરે 80,000 જેટલા બાળકો, યુવાનો અને મહિલાઓને પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ દ્વારા જીવનપયોગી માહિતી અને જાણકારી આપવાના નિ:શુલ્ક અભિયાન દ્વારા પ્રાપ્ત કરેલ અવિસ્મરણીય અનુભવને આધારે હવે અમે તા. 01.05.2011 થી 24.07.2011 દરમ્યાન બાકી રહેલ બનાસકાંઠા અને કચ્છ જીલ્લાની કોલેજોમાં ભણતા યુવાનો માટે માર્ગદર્શન ગુજરાત યાત્રાનું આયોજન કર્યું છે જેનું નામ રાખ્યું છે, ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation.

ફ્યુચર ઓફ ઇન્ડીયા / Transforming the Nation એ આધૂનિક પધ્ધતિથી તૈયાર કરવામાં આવેલ અને મલ્ટીમીડીયા તેમજ પ્રેરણાદાયી વિડિયો ફિલ્મ આધારીત આ એવો નિ:શુલ્ક કાર્યક્રમ છે કે જે દ્વારા કોલેજમાં ભણતા યુવાનોનું એવી યુવાશક્તિમાં રૂપાંતર થાય કે જેમના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય જેથી ભવિષ્યના ભારતને વર્તમાનની તુલનામાં વધુ સુવ્યવસ્થિત, સલામત, સુરક્ષિત અને સમૃધ્ધ બનાવી શકાય.
પ્રગતિ માટે પ્રેરણા અને પ્રશિક્ષણ દ્વારા પરિવર્તનશીલ બનવું હવે અનિવાર્ય છે. ભારત આપણો દેશ છે. ભારતના ભવિષ્યનો આધાર આપણી આજની વિચારધારા અને વર્તમાન વ્યવસ્થા પર છે. ભૂતકાળના પ્રસંગો અને અનુભવોને આધારે આજની વણસતી જતી પરિસ્થિતિને જો અંકૂશમાં લેવાનું કામ આપણે આજે નહિ કરીએ તો પ્રગતિને આડે આવતા અવરોધો નીચે કચડાઇ જશું. વિકાસશીલ રાષ્ટ્રના નાગરિક તરીકે આપણે પ્રગતિ તો કરવાની જ છે, પણ સાથે સાથે તમામ અવરોધો અને ભ્રષ્ટ વ્યવસ્થાને પણ દુરસ્ત કરવાની છે.

માર્ગદર્શન ગુજરાત યાત્રા – ૨ નો અમારો સૂચિત પ્રવાસ માર્ગ આ મુજબ રહેશે : 29.04.2011 બપોરે 2.00 કલાકે વલસાડથી પ્રસ્થાન કરીને વડોદરા રાત્રી રોકાણ બાદ 30.04.2011ને વહેલી સવારે અમદાવાદ તરફ પ્રસ્થાન અને વાડજ ખાતે અલ્પ રોકાણ કરીને બપોર સુધીમાં મહેસાણા આગમન તેમજ  રાત્રી રોકાણ .

01.05.2011ની વહેલી સવારે પ્રસ્થાન. વિસનગર, વડનગર ખાતે અલ્પ રોકાણ કરીને પાલનપૂર ખાતે આગમન.
01.05.11 to 14.05.11 – પાલનપૂર, રામપૂર વડલા, ભરકાવાડા, ખેરાળુ, શોભાસણ, સકલાણા, દાંતા/ધાન્ધા, ટકરવાડા.
15.05.11 to 31.05.11 – ઉદયપૂર, શ્રીનાથજી, ચિતોડ, ડુંગરપૂર.
01.06.11 to 07.06.11 – પાલનપૂર, કાણોદર, સિધ્ધપુર, પાટણ.
13.06.11 to 19.06.11 – ડીસા, થરાદ, વાવ, ભાભર, રાધનપૂર.
20.06.11 to 26.06.11 – રાપર, ભચાઉ, સામખીયાળી, ધોળાવેરા, ભૂજ.
27.06.11 to 03.07.11 – ભૂજ, ખાવડા, નખત્રાણા, ના.સરોવર, નળીયા.
04.07.11 to 10.07.11 – માંડવી, મુન્દ્રા, અંજાર, ગાંધીધામ, કંડલા, આદીપૂર, માળીયા.
11.07.11 to 17.07.11 – મોરબી, સુરેન્દ્રનગર, ધોળકા, નડીયાદ, આણંદ.
18.07.11 to 24.07.11 – વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, બારડોલી, નવસારી, ચિખલી અને વલસાડ

કાર્યક્રમની રૂપરેખા.

ચર્ચા, ચિંતન અને અમલીકરણ –

માનવ જીવનના મૂળભૂત મૂલ્યો
ભારતિય સંસ્કૃતિ અને તેનો વારસો
સરળ અને સ્વાભાવિક જીવન
સંતોષ અને આનંદ સભર જીવન
વહિવટી તંત્ર અને તેની કામગીરી
વ્યવહાર અને વ્યવસ્થા
ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા
બૌદ્ધીક, ભાવનાત્મક અને આદ્યાત્મિક શક્તિ
નીતિ અને નિષ્ઠા.
નીડરતા, નિર્ભયતા અને નમ્રતા.
પરિણામ અને પરિશ્રમ.
આવડત અને કૌશલ્ય
સંકલન અને સમન્વય
વૃધ્ધિ અને વિકાસ.
આધુનિકતા અને આદ્યાત્મિકતા
અંગત, સામાજીક અને વ્યાવસાયિક જીવનનું સમતોલન.
પારિવારિક અને સામાજીક સમસ્યાઓ અને તેના ઉકેલ.
જાહેર જીવન અને વ્યાવસાયિક સમસ્યાઓ અને તેના ઉકેલ.

તાલીમ પધ્ધતિ –

• સ્થાનિક ચર્ચા સભા
• જૂથ ચર્ચા
• પુસ્તકો અને મલ્ટીમીડીયા ઉપકરણો
• પ્રત્યક્ષ પરિચય અને મુલાકાત
• વિડિયો ફિલ્મ
• પ્રશ્નોત્તરી.


ખાસ વાત –
આ કાર્ય એવા યુવાનો જ કરી શકશે જે અવળી દુનિયાની સામે થઇ જવાનું મનોબળ ધરાવતા હોય. પોતાની તમામ શક્તિઓના ઉપયોગ દ્વારા સામુહિક પ્રગતિ કરવા પર પ્રચંડ ભરોસો હોય.

યુવાન એટલે જેના મનમા થનગનાટ, તનમાં તરવરાટ, દિલમાં પ્રેમ અને દિમાગમાં સ્વપ્ના સાકાર કરવાની તમન્ના હોય.

હવે આ સાત સવાલ તમારી કોલેજના યુવાનોને પૂછો –

1. તમને આવા યુવાન બનવાની ઇચ્છા છે ?
2. આવા જ યુવાનોનો સમાજ રચાય એવું ઇચ્છો છો ?
3. રાષ્ટ્રના વિકાસમાં જ પ્રજાનો વિકાસ સમાયેલો છે એવું તમે માનો છો ?
4. રાષ્ટ્રના વિકાસ આડે આવતા વ્યક્તિ કે વ્યવસ્થા પ્રેરીત અવરોધો દૂર કરવાની હવે તમને જરૂર લાગે છે ?
5. માનવજીવનના મૂલ્યો પર આધારીત રાષ્ટ્રિય વિકાસની સાથે સાથે તમને તમારો વિકાસ કરવાની તક જોઇએ છે ?
6. યુવાનો દ્વારા વ્યવહાર અને વ્યવસ્થા તંત્રની પુન:રચનાના કાર્યમાં ભાગીદારી કરશો ?
7. નીડરતા, નિર્ભયતા અને નમ્રતા સાથે ભારતના ઉજજવળ ભવિષ્યના ઘડવૈયા બનવા માંગો છો ?

જે કોલેજના ઓછામાં ઓછા 100 અને વધૂમાં વધૂ 200 વિદ્યાર્થીઓ  ઉપર પૂછેલ સાતે સાત સવાલોના જવાબ હકારમાં આપશે તો તે કોલેજના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક રીતે આ કાર્યક્રમ ન નફો અને ન ખોટને ધોરણે કરીશું.

– કાર્યક્રમના આયોજન અને સંચાલન અંગે –

1. અમે અમારા પ્રોજેક્ટર, પ્રોજેક્શન સ્ક્રીન, લેપટોપ, સીડી પ્લેયર, કનેક્શન વાયર, સ્પીકર, માઇક અને ઇલેક્ટ્રીકલ એક્ષટેન્શન બોર્ડ અને અન્ય એસેસરીઝ સાથે પેટ્રોલ અને સી.એન.જી પર ચાલનારી મલ્ટી મીડીયા મોબાઇલ વાન દ્વારા વલસાડથી આવીને તમારી કોલેજના યુવાનોને લાભ આપીશું.
2. દર સપ્તાહે ૨૦ થી ૨૫ કિ.મી.ના વિસ્તારમાં આવેલ નજીક નજીકની વિવિધ સંસ્થાઓને સાંકળી લઇને દર સપ્તાહે કુલ ૧૨ થી ૧૬ જેટલા અન્ય ફિલ્મ શોનું સંચાલન કરવાની અમારી તૈયારી છે.
3. શનિવારે લોકસંપર્ક કર્યા બાદ રવિવાર અને સોમવાર દરમ્યાન પ્રવાસ કરીને અમે યાત્રા આગળ વધારીશું.
4. અમારો સફેદ પડદો બાંધી આપવાની સગવડ રાખવાની રહેશે.
5. જો બેઠક વ્યવસ્થા ભારતિય હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૧૮ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.
6. જો બેઠક વ્યવસ્થા ખુરશીમાં હોય તો પ્રોજેક્ટર મૂકવા માટેનું ટેબલ જમીનથી ૩૦ ઇન્ચ ઊચાઇનું અને પડદાથી ૧૫ ફૂટ દૂર રાખવું.
7. અમારા રાત્રી રોકાણ, નિવાસ અને ભોજનની વ્યવસ્થા કોઇ પણ એક શાકાહારી પરિવાર સાથે જ કરવા વિનંતી કારણકે હોટલ કે ધર્મશાળા કરતાં કોક અપરિચિત પરિવાર સાથે પરિચય કેળવવાનું વધારે ગમે છે.
8. ભેટ, મેમેન્ટો કે પુષ્પગુચ્છ સ્વીકારવાથી દૂર જ રહીએ છીએ.
9. અમારી મારૂતિવાન માટે જરૂરીઆત મુજબ આવવા–જવાનું બળતણ, તમારી સાથે સાદું રોકાણ, સાત્વિક ભોજન અને આત્મિય મહેમાનગતિ એ જ અમારું મહેનતાણું.
10. તમે કે તમારી સંસ્થા આ કાર્યમાં સહભાગી થવા સ્વૈચ્છિક આર્થિક અનુદાન આપશો તો તે આ નિઃશુલ્ક અભિયાનને આગળ ધપાવવા જરૂરી પેટ્રોલ અને સી.એન.જી ખરીદવા તેમજ સંદેશ વ્યવહાર માટે અમને ઉપયોગી થઇ પડશે.

ઉપર જણાવેલ સૂચિત માર્ગે આવતા સ્થળોએ / તમારા ગામ કે શહેરની કોલેજના વિદ્યાર્થીઓ માટે આ નિ:શુલ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં તમે માધ્યમ બનશો તો અમને ખૂબ જ આનંદ થશે.

સંપર્ક અખીલ સુતરીઆ– This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. અથવા મારા સેલફોન – 91 9427222777 પર કરી શકાશે.