Print
Parent Category: પ્રત્યંચા
Category: વિજય શાહ
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તમારી દરેક વાતો સાચી છે અને સાથે સાથે એક વાત એ પણ સાચી છે કે અહીં આવ્યા પછી જ સમજાય કે દેશની ભીની ભીની માટીની સુગંધ શું છે? સવારનાં પહોરમાં ઝણકતી મંદિરોની ઘંટડીઓનો રણકાર શું છે કે બાનાં ધર્માચરણોનો અર્થ શું છે? ત્યાં હતા ત્યારે કદાચ જે સહજ હતુ તે દસ હજારમાઇલ દુર આવ્યા પછી સમજાયુ કે તે સુપેરે કેવુ સુંદર હતુ? કહે છેને ત્યાં સ્વર્ગ ક્યાં તેમ પુછીયે તો ઉપર આકાશ ચિંધાતુ અને નર્ક ક્યાં છે તો નીચી ધારે પાતાળ દેખાડાતુ. બસ તેમજ જો કાલ્પનીક રીતે જમીન ખોદતા ખોદતા આવો તો તમે અહીં અમેરીકામાં દેખાશો.

જો કે એવુ પણ ત્યારે મનને સમજાતુ હતું કે જે પોતાનાં સમુદ્રનાં કિનારા ના છોડે તેને નવા સમુદ્રો ક્યાંથી જોવા મળે? હું તો જરુર કહીશ કે મારા હિસાબે આ સમુદ્રો મારા દેશનાં સમુદ્રોથી સહેજ પણ અધિકા નથી. આ વાત હું બીજા સમુદ્રો જોયા પછી લખું છું. કદાચ અંશ આશ્કા અને શીખાનો અભિપ્રાય મારા કરતા જુદો હોઇ શકે પણ મને એમ લાગે છે ભલેને અહીંનાં ટીવી ને કારણે ત્યાં જે બગડતુ હશે તે અહીંનાં બગાડની સરખામણીમાં ઓછુ હશે… અહીં હર્ષલને પુછશો કે તેની પેઢીનાં દરેકને પુછશો તો કહેશે અહીં તેવુ સર્જન કરો પણ અહીં રહો. તેથીજ તો દરેક મોટા ગામો અને જગાઓમાં મંદીરો અને ભારતિયતા જાળવવા બને તેટલા પોતાના ભારતિય ટોળાઓમાં શનિ રવિ નીકળે છે.

હું તો ભલે સુધારાવાદી હોવાનો દેખાવ કરું પણ મનથી તો એવુ ઇચ્છુંજ છું કે મારું કુટુંબ બને ત્યાં સુધી ભારતીય સંસ્કારીતા જાળવે. અને પહેલુ ચરણ જુઓ આશ્કા ને માટે સારો મુરતીયો શોધવાનો પ્રયત્ન સફળ થયો. અહીં ઉંમરલાયક છોકરા અને છોકરીઓનાં પરિચય સમારંભો યોજાય અને મારી મીઠ્ડીને એને ગમતો છોકરો મળી ગયો. કુંતલની મમ્મી તેને માટે હીરાનો હાર અને મીઠાઇનો થાળ લઇને આવી…દિકરી અને બેટા કહેતા તેની જીભ ના સુકાતી.શીખા ખુબ ખુશ હતી અને આશ્કાતો કુંતલની સાથે સાથે સપનાનાં મહેલો સજાવતી હતી.

પણ આ આનંદ સાથે સાથે એક કમનશીબી પણ આવી. અંશ જે ધારતો હતો તે વિષયમાં નિષ્ફળ નિવડ્યો તેને અમારા વધુ પડતા ભણતર અંગેની અપેક્ષાઓમાં ઉણો ઉતરશે તો પપ્પા મમ્મીને હું શું મો બતાવીશ તેવી બીકમાંને બીકમાં માનસિક રીતે ઘસાતો ગયો…

શીખા મને આશ્વાસન આપતા કહે કે એક વર્ષ બગડ્યુ તો શું થયું? તેથી તેને ઠપકો ન આપશો કે જેથી તેનુ મન ઉદાસ ન થઇ જાય.

શીખા મને આશ્વાસન તો આપતી જાય પણ તેની આંખ પણ રડતી હતી.. તેને તો અંશને બહાર ગામ મોકલવો જ નહોંતો..છતા થનાર થઇને રહે છે.

બહુ મોડેથી ખબર પડી કે ગન પ્રસંગ પછી ભાઇએ કુતરુ રાખ્યું છે.. અને કુતરાને કંપની મળે તે હેતુ થી તેની રૂમ પાર્ટંનરે પણ બીજી કુતરી રાખી છે અને તે સંગત તેને લાગતી બીક ઉડાડવા કરી છે. હું તો અંદર થી ધ્રુજી જ ગયો…સાયકોલોજીસ્ટ કહે છે માટે સારવારનાં ભાગ રુપે શેરીમાં રખડતા કુતરાને જીવ બચાવવા જીવદયાનાં નામે ઘરમાં રાખવાનાં…

મોટાભાઇ આ સંસ્કાર આપણાં નથી. આ નખરા આપણને ના પોષાય…તેને ના પાડી તો તેણે ઘરે આવવાનુ બંધ કર્યુ. તેને નોકરી અપાવવા પ્રયત્ન કર્યો તો મને જરુર નથી કહી મોટી મોટી લોનો લેવા માંડી. હવે હું અઢારનો થઇ ગયો છું. મારી જિંદગીનાં નિર્ણયો લેવાનું કામ તમે ન કરો. જે દિકરો મારો હૈયાનો હાર હતો જેના ઉપર મારી આખી જિંદગીનો આધાર હતો તે કહે છે… તમારુ તમે જાણો અને મનમાંથી જન્મી આ વાત..

મારામાં રહેલો ‘હું’ જ્યારે પુત્ર બનુ છું
તો દ્રવી જાઉ છું એ પિતાનાં સંસ્કાર દાનથી
અને એજ ‘હું’ જ્યારે બાપ બનુ છું ત્યારે
બનવા ચહું મારા પિતા સમ- પણ ન બની શકુ
ને ફરીથી દ્રવી ઉઠું જ્યારે  ન જોઉ તને મારા જેવો
કે ન કેમ બનાવી શક્યો તને જેવો હું બન્યો
દરેકનાં કર્મ જુદાં,
દરેકનાં કર્મફળ જુદા
ફક્ત શ્વસુ નિશ્વાસે!
આ કેવુ ભાગ્ય નિયંતા તેં દીધુ?
વધુ તો શું કહું ? શ્રવણ તો બનીશક્યો હું
પણ ન બની શક્યો શ્રવણનાં પિતા સમ્

આપત્ર લખતા વધુ એક ધર્મ કડી મનમાં ગુંજ્યા કરે છે અને તે બા પાસેથે બહુ સાંભળી હતી
શું બાળકો માબાપ પાસે બાળક્રીડા નવ કરે
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે
તેમજ તમારી પાસ તારક્ આજ ભોળા ભાવથી
જેવું બન્યું તેવું કહું  તેમાં કશું ખોટું નથી

આ હૈયુ હળવુ કરવાની વાતો છે. જે ત્યાં મિત્રો અને સગા વહાલા હતા અહીં જે છે તે બધા છે જ. છતા મોટાભાઇ આપની સાથે મન ખાલી કરવાની એક શાંતિ છે તે ઋણસ્વિકાર સાથે અટકુ.

સોહમનાં પ્રણામ