વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 116 guests and no members online

મદદ

 


 રમુજ

મારી બર્થડે કેક જોઈ? પત્નીએ પૂછયું

છે તો કલાત્મક, પણ ગણિતમાં તું કાચી છો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

તારા કાગળમાં લખેલી વાત ફરી લખું તો

‘વેદનીય કર્મોનાં ઉદયે વેદના તો મળે જ છે પણ જિંદગીનાં ઉતરાર્ધે તમને તે મળે તેથી તે દુ:ખ સહન કરવાની શક્તિ ઓછી હોય અને તે અનુભૂતી મનની મજબુતીથી સહ્ય કરવી રહી.’

આટલી ગહન વાત તુ સહજ રીતે કહી ગયો તેથી મારી છાતી ગજ ગજ ફુલી. તારા દરેક સુચનો મને ચોક્કસ રાહત આપે છે છતા એક વાતનું મને દુ:ખ પણ છે અને તે તારા સંઘર્ષમય જીવનમાં શું ક્યારેય સારી ઘટના નથી બનતી?હું એવુ નથી માનતો કે પ્રભુ અમેરિકામાં તને દુ:ખોનાં જ ઢગલામાં રાખે છે. ક્યારેક મને અહીં તુ જેવી તારી રોજનીશી કહેવા આવતો હતો તેવું તારા પત્રમાં જણાતુ નથી. હું તારો બાપ અને મિત્ર બંને થવા માંગુ છુ અને છુ પણ છતા કોણ જાણે કેમ તુ ખુબ જ ભાર જિંદગીનો અનુભવતો હોય તો મને કહેવા દે

સુખ અને દુ:ખ બંનેમાં જેને પ્રભુની પ્રસાદી દેખાય તે હળવો થાય અને થાય જ

મારા પગનાં દુખાવાની બાબતે હું એવુ માનું છું વેદના અને સંવેદના બંને વેદના હોવા છતા ફેર છે તેથીજ એક વેદના છે અને બીજી સંવેદના. વેદના દેહને થાય છે જ્યારે સંવેદના દેહ અને મન બંને ને થાય છે. મનની વેદના તુ મને મજ્બુત મન કરીને સહેવા કહે છે.

તે નથી અને કદાચ તેનુ કારણ એ પણ છે કે જે વેદના વહેંચાતી નથી ત્યાં જે કશું ન થઇ શકે ની “લાચારી” નડે છે. બાકી એક બુમ પાડુ અને ડોક્ટર અને નર્સોની લાઇન હાજર થઇ જાય છે. તારી બા તો ચોવીસે કલાક મારી સાથે અને સાથે છે દવા ઇંજેક્શનોથી દુ:ખ હંગામી સ્તરે દુર થઇ જાય પણ મન ફરી ફરી એજ વાત કરતુ હોય કે આ દર્દ મને કેમ? મારે કેમ વેઠવાનુ? અને તે “લાચારી” મને પ્રભુધ્યાન કે મારે આ ઉંમરે કરવા જેવા દરેક કામોમાંથી રસ ઉડાડી દે છે. અકસ્માતમાં થયેલ અસ્થિભંગે મને ઘરમાં નજર કેદ કર્યો તે વાતે મારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો. પણ ખૈર..તારી વાત કરું

સાંભળ મારા દિકરા! મેં અને તારી બાએ સારુ એવું જીવન પુરુ કર્યુ..સતત સફળતા અને નિષ્ફળતાઓનાં ઝોલાઓએ એમ શિખવ્યુંકે

સુખ માણવુ એ એક કળા છે. તેને બહુ તપશ્ચર્યાથી સિધ્ધ કરવુ પડે છે જ્યારે દુ:ખ તો જંગલમાં ઉગી નીકળતું બીન ઉપયોગી ઝાડીનું અડાબીડ વન છે. તમે સૌ છોકરાઓ જ્યારે ફોન કરો તે દિવસે મન અમારું અતિ પ્રસન્ન હોય..પણ જો રડતા સમાચારો આપો ત્યારે થાય કે અમે સારા માળી ના બન્યા અને તમને એ બીન જરુરી નિંદામણોને કાઢી ફેંકતા ના શિખવ્યું.

તારા પત્રોમાં આશ્કા અને શીખાની વાતો અને તારી ચિંતાઓ હું સમજી શકુ છું પણ મને તુ જ કહે આશ્કા અને અંશ બંને નવી સંસ્કૃતિની વચ્ચે છે અને તેઓને તે સંસ્કૃતિમાં તારા કરતા કદાચ વધુ લાંબુ રહેવાનું છે તેથી તમારા કરતા વધુ સારા નારસાની દ્વીધા અનુભવતા હોય ત્યારે તારી જગ્યાએ હું તેમને કહેવા જેવુ કહીશ જરુર પણ સાથે સાથે તે આચરણ કરે તેવો આગ્રહ પણ નહીં રાખુ કારણ દરેક્ને જે મળેલ પરિસ્થિતિ છે તેમા જીવવાનુ છે.

હવે આ વાતમાં નિંદામણ કયુ? તારી જરુર કરતા વધુ ચિંતા. તુ અહીં હોત તો જે ખુલ્લામને શીખા સાથે ચર્ચા કરે છે તે ન કરતી હોત..અને મા કરતા સારું કોણ શીખવાડે. તેથી તો કહું છું દુધ બગડી જશે તેની ચિંતા કરવાનુ છોડી દઇ દુધનું દુધ નહી રહે તો દહિં થવાદે તેમાંથી શિખંડ ક્યાં નથી થતો હેં? ઉમાશંકર જોશીની એક વાત મને જે બહુ ગમે છે તે ટાંકીને પત્ર પુરો કરુ.

જે જે પ્રાપ્ત થતો ઉપાધિ યોગ્
બની રહો તે તે લબ્ધિ યોગ

પરમ પિતા પરમેશ્વર સુખ અને દુ:ખ બંને આપશે. સુખને ઓળખો અને તેને તમારે ત્યાં ખીલવાની તક આપો તે કળા છે.જે દુ:ખનાં નિંદામણને ખેંચી નાખવાથી પણ મળે છે.

શીખા આશ્કા અંશ સૌને વ્હાલ
તને ઉષ્માભર્યા પ્રેમાળ આશિષ.

 

Zazi.com © 2009 . All right reserved